પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૫
દીલ્લી અને અલવર.


સિંહ જેવા વીર પુરુષોના વંશજો – અહીં રહ્યા હતા. જાણે કે દરેક સ્ત્રી રાણી હોય તેમ ભવ્ય પરાક્રમવાળી અનેક સ્ત્રીઓ અહીંઆં વસતી હતી. રજપુતાનાના નગરોમાં અલવર એક મોતી જેવું સુંદર શોભે છે. આસપાસ પહાડો આવી રહેલા છે. રાજાના મહેલો આરસપહાણથી બાંધેલા નજરે પડે છે. ભૂમિ સુંદર અને રસાળ છે.

સવારમાં સ્વામીજી અલવરના સ્ટેશન ઉપર ઉતરી સડકને રસ્તે ગામ તરફ ગયા. બંને બાજુએ બગીચા અને ખેતરો આવી રહેલાં હતા. સુંદર મહેલોની એક હાર આગળ થઈને તે દવાખાના પાસે આવી પહોંચ્યા. ત્યાંનો દાક્તર બંગાળી હતો અને તેની સાથે જ્યારે સ્વામીજીએ બંગાળી ભાષામાં વાત કરી ત્યારે તે ઘણોજ ખુશી થયો. સાધુઓને ઉતારવાના મુકામમાં તેણે સ્વામીજીને ઉતાર્યા અને તેમની જરૂરીયાતો પુરી પાડવા લાગ્યો. દિવસે દિવસે ચારે બાજુએ સ્વામીજીની કીર્તિ પ્રસરવા લાગી. હિંદુઓ અને મુસલમાનો પણ તેમની મુલાકાતે આવવા લાગ્યા. લોકોનો એટલો બધો જમાવ થવા લાગ્યો કે બહાર ઓટલા ઉપર પણ ઘણાને બેસવું પડતું. વેદ, ઉપનિષદ્‌, કુરાન, બાઈબલ અને પુરાણોમાંથી અનેક ફકરાઓ સ્વામીજી બોલતા. વખતે ઉરદુ ગાયનો, હિંદી ભજનો અને બંગાળી કીર્તનો તે ગાતા. કોઈ વખતે બુદ્ધ, શંકર, રામાનુજ, નાનક, ચૈતન્ય, તુળસીદાસ, મહમદ વગેરે મહાત્માઓનાં જીવન ચરિત્રમાંથી રસપ્રદ અને બોધક વાર્તાઓ તે કહેતા. આખરે તેમને એક સારા મુકામમાં ઉતારવામાં આવ્યા. અહીંઆં અનેક મનુષ્યો તેમની પાસે આવતા અને તેમને પ્રશ્નો પુછતા. ઇશ્વર પૂજાની વાત નીકળતી. સ્વામીજી તેનું રહસ્ય સમજાવતા. બોલતે બોલતે પ્રેમથી તેમનો કંઠ ગદ ગદ થઈ જતો અને તેમની આંખોમાં અશ્રુ આવી જતાં ! કોઈ વખત કૃષ્ણલીલાનો પ્રસંગ નીકળતો. કૃષ્ણલીલાનાં અનેક ભજનો સ્વામીજી ગાતા અને તેમની