પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૭
દીલ્લી અને અલવર.


હિંદુસ્તાનના સંન્યાસીઓને–ખરા સાધુઓને- મહાપુરૂષોને પ્રાચીન રૂષિઓની માફક અધિકારીઓનો કે રાજાઓનો ડર હોતો નથી ! જેવી રીતે અન્ય પશુઓ આગળ સિંહ નિર્ભયતાથી ઉભો રહે છે તેવીજ રીતે સાચા સાધુઓ નિડર બની રાજા મહારાજાઓ આગળ વર્તે છે.

મહારાજા સ્વામીજીને પૂછવા લાગ્યા “સ્વામીજી મહારાજ ! મેં સાંભળ્યું છે કે તમે ઘણા વિદ્વાન છો અને ભારે પગાર મેળવી શકો તેમ છો, છતાં તમે શા માટે ભિખ માગતા ફરો છો ?” નિડરતા, નિસ્પૃહતા અને સત્યપરાયણતા સ્વામીજીનાં ખાસ લક્ષણો હતાં. પૂર્વ અને પશ્ચિમમાં ઘણે સ્થળે તે ગયા છે અને મોટા મોટા અમીર ઉમરાવો તથા રાજા મહારાજાઓને મળવાનો પ્રસંગ તેમને આવેલો છે. પણ સ્વામીજી જાણે કોઈ ગુરૂ પોતાના શિષ્યને મળતા હોય તેમજ તે સર્વને મળ્યા છે. તો હવે અલવરના મહારાજાને તેમના પ્રશ્નને કેવો જવાબ તેમણે આપ્યો હશે !

જાણે કે એક તોપનો ગોળો છુટીને આવતો હોય તેમ સ્વામીજીનો જવાબ આવ્યો ! તે બોલ્યા “મહારાજ ! તમે તમારો બધો સમય યુરોપિયનોની સોબતમાં શા માટે ગાળી નાંખો છો ? તમારી રાજા તરીકેની ફરજ ચુકીને તમે શિકારે શા માટે જાઓ છો?” આ સાંભળીને સઘળા અધિકારીઓ સ્તબ્ધ બની ગયા. તેઓ જરા ડરીને મનમાં કહેવા લાગ્યા “આ સાધુ કેવો હિંમતવાન છે ! પણ એને પસ્તાવું પડશે.” રાજા શાંતપણે સાંભળી રહ્યા અને બોલ્યા “કોણ જાણે શામાટે, પણ મને તે પસંદ પડે છે !” સ્વામીજીએ જવાબ આપ્યો છે “ત્યારે હું પણ તેવીજ રીતે એક ફકીરની માફક રખડું છું.”

મહારાજાએ બીજો પ્રશ્ન પૂછ્યો “સ્વામીજી, મને મૂર્તિપૂજા ઉપર જરાપણ શ્રદ્ધા નથી. મારું શું થશે ?” આમ બોલતે બોલતે રાજા હસવા લાગ્યા ! સ્વામીજી એકદમ બોલી ઉઠ્યા “શું તમે