પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૩
ગુજરાત-કાઠિયાવાડ અને મુંબઈ ઇલાકામાં.


જીવન તેમના વ્યક્તિત્વદ્વારા અનેક સ્વરૂપમાં પ્રગટ થવાને પ્રયાસ કરી રહ્યું હોય તેમ સ્વામીજીનું અંતઃકરણ અનેક ભાવને ધારણ કરવા લાગ્યું. તેમના હૃદયમાં અનેક વિચારોનું તુમુલ યુદ્ધ ચાલી રહ્યું.

આવી માનસિક અવસ્થાને ભોગવતા તે મુંબઈ આવી પહોંચ્યા. અહીંઆં આ ઘણા પંડિતો અને ગૃહસ્થોની તેમને મુલાકાત થઈ. સર્વને તે સનાતન ધર્મનો પુનરોદ્ધાર કરવાની સલાહ આપવા લાગ્યા. કેટલાકને તો જોઈને જ તેમને નિરાશા ઉત્પન્ન થઈ. તે કહેવા લાગ્યા “તેમને શું જ્ઞાન છે? તેમના મગજમાં કચરો ભરેલો છે.” વ્યવસ્થિત વિચાર અને નૈસર્ગિક શક્તિનો અભાવ તે સર્વત્ર જોવા લાગ્યા. તેમનું મન હિંદ વિષેના અનેક પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તેમને લાગ્યું કે હિંદુસ્તાનને પોતાની શક્તિનું અને સ્વરૂપનું ભાન થવું જોઈએ અને આર્યોના જુદા જુદા અનુભવો અને કાર્યોનો ઇતિહાસ તેણે બરાબર શિખવો જોઈએ. જે શિક્ષિત પુરૂષો ભારતવર્ષની અધોગતિ અને દુઃખ તરફ બેદરકારી દર્શાવી રહેલા હતા તેમને સ્વામીજી અત્યંત ઠપકો આપવા લાગ્યા. તેમાંના ઘણાને તે કહેવા લાગ્યાઃ “હિંદુ વિચારો રૂપી પાયા વગરનું તમારું જ્ઞાન શા કામનું છે ?”

મુંબઈમાં સ્વામીજી રામદાસ છબીલદાસ બેરીસ્ટરને ઘેર રહ્યા. અહીં'આ વેદનો અભ્યાસ તેમણે આગળ વધાર્યો. પછી તે પુના ગયા અને લોકમાન્ય બાલ ગંગાધર તિલકને ઘેર રહી તેમની સાથે ઘણા વિષયો ઉપર વિચાર કર્યો. પછી તે બેલગામ ગયા અને ત્યાં બાબુ હરિપદ મિત્ર-ફોરેસ્ટ ઓફિસરને ઘેર કેટલાક દિવસ રહ્યા. તેમની મુલાકાત વિષે બાબુ હરિપદ લખે છે કે, “સને ૧૮૮ર ના ઓકટોબર માસની અઢારમી તારિખ અને મંગળવારનો દિવસ હતો. એક મજબુત બાંધાનો સંન્યાસી સાયંકાળના સમયે મારી પાસે આવ્યો. તેનો ચહેરો હસમુખો હતો. એક વકીલે—મારા મિત્રે તેને વિદ્વાન બંગાળી સંન્યાસી તરીકે ઓળખાવ્યો