પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


મેં તેના તરફ જોયું તો એક શાંત ભવ્ય મૂર્તિ મને તે લાગી. તેની આંખો વિજળીની માફક ચમકી રહી હતી. ભગવું વસ્ત્ર તેણે ધારણ કર્યું હતું અને માથે ભગવો ફેંટા બાંધેલ હતો. એને જોઇને એમ લાગતું હતું કે તે કોઈ મહાપુરૂષ હશે. મારું હૃદય એકદમ તેના તરફ ખેંચાયું. આ વખતે પાશ્ચાત્ય શિક્ષણને લીધે હું દરેક સાધુને ઢોંગી ધારતો હતો અને ઇશ્વર કે ધર્મને બીલકુલ માનતો નહોતો. આથી મેં ધાર્યું કે તે કંઈ માગવાને આવેલો હશે. મેં તેમની સાથે વાત કરી અને મારા આશ્ચર્યનો પાર રહ્યો નહિ. મને લાગ્યું કે મારા કરતાં તે હજાર દરજ્જે ચઢીયાતા છે. તેમને કશુંએ જોઇતું નથી. મેં તેમને મારી સાથે રહેવાનું કહ્યું, પણ તેમણે ના પાડી. ઘણું કહ્યા પછી બીજે દિવસે સવારે માત્ર જમવા આવવાની હા પાડી. ”

બીજે દિવસે હરિપદ બાબુ સ્વામીજીની રાહ જેતા બેસી રહ્યા, પણ તે આવ્યા નહિ. પછી તે જાતે પેલા વકીલને ઘેર ગયા અને ત્યાં એક મોટી સભા ભરાયલી જેઈને આશ્ચર્ય પામ્યા. નમસ્કાર કરીને તે ત્યાં બેઠા અને અંગ્રેજી, હિંદી, બંગાળી તથા સંસ્કૃતમાં ઝટ ઝટ જવાબ આપતા સ્વામીજીને જોઇને ચકિત થઈ ગયા, એક મનુષ્ય તેમની પાસે આવ્યો અને હકસલીના ગ્રંથો ઉંડા જ્ઞાનથી ભરપુર છે એમ ધારી તે ગ્રંથોમાંથી અનેક આધારો બતાવી પોતાના સિદ્ધાંતોનું સમર્થન કરવા લાગ્યો. સ્વામીજીએ પણ હકસલીના ગ્રથોનો અભ્યાસ કર્યો હતો અને તેથી તે તેના તર્કને ઝટ ઝટ તોડવા લાગ્યા. બાબુ હરિપદ તો આશ્ચર્યચકિત બની ગયા અને સ્વામીજીનો શબ્દે શબ્દ ધ્યાન દઈને સાંભળી રહ્યા.

સર્વેના ગયા પછી સ્વામીજીએ હરિપદ બાબુને કહ્યું: “મારાથી આવી શકાયું નહીં તેને માટે માફ કરજો. આટલા બધાની લાગણી દુખાવ્યા વગર હું કેવી રીતે આવી શકું ?” પછીથી તે વકીલને કહીને