પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૨૯ મું–કન્યાકુમારીમાં.

બેલગામથી સ્વામીજી બેંગલોર આવ્યા. અહીંઆં થોડાક દિવસ અપ્રસિદ્ધપણેજ રહ્યા. પણ ધીમે ધીમે તેમના ચારિત્ર્યનો પ્રભાવ લોકોના મન ઉપર પડવા લાગ્યો અને આખરે માઇસોરના દિવાન સર. કે. શેષાદ્રિ આયર સાથે તેમને ઓળખાણ થયું. દિવાનના અતિથિ તરીકે હવે સ્વામીજી રહેવા લાગ્યા. હિંદુધર્મના અને અન્ય ધર્મના અનેક મનુષ્યો હવે તેમની પાસે આવવા લાગ્યા. માઇસોર રાજ્યના સલાહકાર અબદુલ રહેમાન સાહેબ તેમની પાસે કુરાનમાંથી કેટલીક શંકાઓ પૂછવાને આવ્યા. એક હિંદુ સંન્યાસીનો કુરાનનો ઉંડો અભ્યાસ જોઈને તે ઘણુંજ આશ્ચર્ય પામ્યા. સર શેષાદ્રિ આયર તેમના વિષે કહેવા લાગ્યાઃ “એમના જેવું જ્ઞાન મેં કોઇનામાં પણ જોયું નથી. તે ખરેખર આશ્ચર્ય ઉપજાવે એવું જ છે. આટલી નાની વયમાં વેદ વેદાન્તના જ્ઞાન સાથે બીજું પણ આટલું બધું જ્ઞાન એમણે શી રીતે પ્રાપ્ત કર્યું હશે? મારા મકાનમાં જાણે કોઈ દેવતાએ આવીને વાસ કર્યો હોય એવુંજ મને તો તે આવ્યા ત્યારથી લાગ્યા કરે છે. દિવાન સાહેબે માઇસોરના મહારાજા શ્રી ચામરાજેન્દ્ર જોડે સ્વામીજીની મુલાકાત કરાવી. સ્વામીજીની વિશાળ બુદ્ધિ, ચારિત્ર્યનો પ્રભાવ, ઉંડું જ્ઞાન અને શાસ્ત્રમાં સંપૂર્ણ પ્રવેશ-આ સર્વથી મહારાજા સાહેબ અંજાઈ ગયા. સ્વામીજીને રાજમહેલમાંજ હવે રાખવામાં આવ્યા અને મહારાજા ચામરાજેન્દ્ર અનેક પ્રકારે તેમના સત્સંગનો તથા સેવાનો લાભ લેવા લાગ્યા.

એક દિવસ મહારાજા પોતાના અધિકારીઓની સમક્ષ સ્વામીજીને પૂછવા લાગ્યાઃ “સ્વામીજી, મારા અધિકારીઓ વિષે તમે શું ધારો છે ?” સ્વામીજીએ હસતે હસતે જવાબ આપ્યો. “મહારાજા,