પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૧
સાધુજીવનના કેટલાક જાણવા જેવા બનાવો.


શાંતપણે પણ ઘણાજ જુસ્સા, હિંમત અને ટોળથી અંગ્રેજીમાંજ બોલી ઉઠ્યા : “હું આ પહેલીજવાર મૂર્ખાઓને જોઉં છું એમ નથી !” આ અંગ્રેજો સ્વામીજી સાથે લડવાને પણ ચૂકત નહિ; પરંતુ સ્વામીજીનો જુસ્સો અને મજબુત શરીર જોઈને તેઓ દબાઈ ગયા અને સ્વામીજીની માફી માંગી.

એક વખત સ્વામીજી આગગાડીમાં મુસાફરી કરતા હતા ત્યારે તેમના ખાનામાં એક થીઓસોફીસ્ટ બેઠેલો હતો. તે તેમને અનેક પ્રશ્નો પૂછવા લાગ્યો. “તમે હિમાલયમાં ગયા છો ? તમે અમુક અસલી મહાત્માઓ કે જેઓ આ જગતની ઉપર કાબુ અને દેખરેખ રાખે છે તેમને જોયા છે ? તેઓ અદ્‌ભુત અમાનુષી શક્તિઓ ધરાવે છે ને શરીરમાંથી નિકળી જઈને જગતમાં ગમે ત્યાં વિચરે છે.” સ્વામીજી જરાક ટોળ કરવાને તેની હાએ હા ભણવા લાગ્યા. થીઓસોફીસ્ટ આગળ જતાં પૂછવા લાગ્યા. “આ યુગનો અંત કયારે આવશે, તે વિષે મહાત્માઓએ કંઈ કહ્યું છે ?” સ્વામીજીએ કહ્યું કે “મહાત્માઓની જોડે તેમને બધી વાત થયેલી છે. આ યુગનો અંત ક્યારે આવશે અને સત્યુગને સ્થાપવાને મહાત્માઓ શું શું કરશે તે પણ તેમણે કહેલું છે.” થોડીકવાર આ પ્રમાણે ચાલ્યા પછી સ્વામીજીએ પોતાનો ખરો અભિપ્રાય આપવાનું શરૂ કર્યું. તેમનો સ્વભાવ આનંદી હતો અને તેથી ક્ષણવાર માનવજાતિની ભૂલો જાણવામાં તે આનંદ લેતા અને હસતા. પણ પછીથી દયા લાવીને ખરો અભિપ્રાય દર્શાવતા અને સર્વેની ભૂલો સુધારતા. તેઓ બોલ્યા : “તમે વિદ્યા અને જ્ઞાનનો આટલો બધો ગર્વ ધરાવો છો, છતાં આવી જંગલી અને વિચિત્ર વાર્તાઓને અંધશ્રદ્ધાથી એકદમ કેમ માની લ્યો છો ?” પેલો માણસ ઠપકો સાંભળી રહ્યો.

“તમારે તમારી વિવેક બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ. ખરી