પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૩
સાધુજીવનના કેટલાક જાણવા જેવા બનાવો.


ગરિબ લોકોને કેળવવાનું અને તેમનું દુઃખ ટાળવાને શક્તિમાન કરે એવા ધર્મની આપણને જરૂર છે. અત્યારે જ્યારે તમારી આસપાસ લોકો ભુખમરાથી મરી જાય છે અને અજ્ઞાનમાં સડે છે ત્યારે તમે હિમાલયમાં વસનારા એક મહાત્માને મળીને શું કરશો ? તમારે જો ઇશ્વરનાં દર્શન કરવા હોય તો મનુષ્યોની સેવા કરો. તમારે જો શક્તિ પ્રાપ્ત કરવી હોય તો તમારા ભાઈઓની સેવા કરો.” પેલો માણસ સ્વામીજીના કહેવાનો ભાવાર્થ સમજી ગયો. તેણે ખાત્રી આપી કે હવેથી તે તેમના બોધનેજ અનુસરશે.

ધર્મને નામે વહેમમાં અને નવા નવા ધતિંગોમાં ફસી પડીને આલસ્ય અને પ્રમાદમાં પોતાનો સમય ગાળનારા કે ચમકારાની અને સિદ્ધિઓની શોધમાં પોતાનું જીવન વ્યતીત કરનારા અને પુરૂષાર્થહીન થઈ આત્માની ઉચ્ચ શક્તિઓને ગુમાવી બેસનારા પુરૂષોને જોઈને સ્વામીજીને ઘણોજ કંટાળો આવતો.

એક દિવસ સ્વામીજીએ ગિરીશબાબુને નીચેનો બનાવ કહી સંભળાવ્યો હતો.

“મારા પ્રવાસમાં એક વખત હું એક ગામ (ખેત્રી) માં હતો. ત્યાં હજારો લોકો મારી પાસે આવતા અને મને પ્રશ્નો પૂછતા. કેટલીક વાર તો મને ખાવા પુરતો પણ વખત મળતા નહિ, તેમ ખાધા પીધાની ખબર પણ કોઈ પૂછતું નહિ. એક રાત્રે જ્યારે બધા માણસો વેરાઈ ગયા ત્યારે એક ગરિબ માણસ મારી પાસે આવ્યો અને બોલ્યો : “સ્વામીજી, તમે ભુખ્યા છો એ જોઈને મને ઘણું દુઃખ થાય છે. તમે બહુ થાકી ગયા હશો અને તમે બહુ ભુખ્યા થઈ ગયા હશો.” મેં તેને પૂછ્યું : “તું મને કંઈ ખાવાનું આપી શકીશ ?” તે માણસે જવાબ આપ્યો : “સ્વામીજી, ઘણુંએ મન થાય છે, પણ મારા હાથે બનાવેલી રોટલી હું તમને શી રીતે આપી શકું ? તમે