પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સંબંધ પણ રહેલો છે. ધર્મ મનુષ્યની પ્રકૃતિ સાથેજ બંધાઈ રહેલો છે. મનુષ્યે કાંઈ ધર્મને ઉત્પન્ન કર્યો નથી, પણ તેની તેને પ્રેરણા થયેલી છે. તે તેનો કર્તા નથી, પણ દૃષ્ટા છે. સ્વામીજીએ પોતાના સઘળા વિચારો માનસશાસ્ત્રનાં પ્રમાણથી સાબીત કર્યા. તેમણે ધર્મની શ્રેષ્ઠતા સમજાવી અને અધ્યાત્મવિદ્યા એક સંપૂર્ણ વિદ્યા છે એમ દર્શાવ્યું.

સ્વામીજીને મળવા આવનાર માણસોમાંના કેટલાક નાસ્તિક હતા; કેટલાકને ધર્મમાં અનેક શંકાઓ હતી. કેટલાક માત્ર તેમને જોવાનેજ આવતા. કેટલાક તેમની પરિક્ષા કરવાને અને તેમના વિચારોને તોડવાનેજ આવતા. સ્વામીજી સાથે ચર્ચા ચાલતાં તે સઘળાઓના મનનું સમાધાન થઈ જતું અને તેઓ આશ્ચર્ય પામતા.

સ્વામીજી કોઈ દિવસ કાળીદાસ, વાલ્મીકી કે ભવભૂતિ વિષે વિવેચન કરતા, તો કોઈ દિવસ બાયરન, શેકસ્પીઅર, હોમર કે વર્જીલ વિષે તેટલાજ ઉંડાણથી સમજાવતા. કોઈવાર તેઓ ટ્રોજનો અને પાંડવોની વાતો કરીને હેલન અને દ્રૌપદીનાં ચારિત્ર્યનો ભવ્ય ચિતાર આપતા, તો કોઇવાર ગ્રીક પ્રજાનાં કળા અને શિક્ષણમાં રહેલી ગૂઢ વિચારસૃષ્ટિનો તે પુરેપુરો ખ્યાલ આપીને તેને હિંદુ વિચાર અને શિક્ષણના આધ્યાત્મિક લક્ષ્ય સાથે સરખાવતા. હિંદુઓના તત્ત્વ જ્ઞાન વિષે વાત ચાલતાં શ્રોતાઓનાં મન તે અપૂર્વ સત્યના શ્રવણથી કોઈ અલૌકિક સૃષ્ટિમાં વિચરવા લાગી આનંદમાં તરબોળ બની જતાં.

સ્વામીજીનો પ્રૌઢ અને મિષ્ટ અવાજ, તેમનાં ભજનો, તેમનું આત્મબળ, તેમની પ્રબળ બુદ્ધિ, તેમના યુક્તિસર હાજર જવાબ, તેમનો આનંદી સ્વભાવ, તેમનાં દૃષ્ટાંતો અને વાક્ચાતુર્ય–આ સર્વથી શ્રોતાજનોનાં હૃદય તેમના પ્રતિ આકર્ષાઇ રહ્યાં. દિવસે દિવસે શ્રોતાઓની સંખ્યા વધતી ગઈ. રા. ભટ્ટાચાર્યને ઘેર સ્વામીજી ઉતર્યા