પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૧
મદ્રાસ અને હૈદ્રાબાદ.


કર્યો. સ્વામીજીએ સર્વને જણાવ્યું હતું કે તે અદ્વૈતવાદી છે. પેલી મંડળીએ તેમને સવાલ પૂછ્યોઃ “તમે કહો છો કે તમારા આત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ નથી, તો પછી તમે કંઈ પણ ખરાબ કૃત્ય કરો તેમાંથી તમને અટકાવનાર કોઈ છેજ નહિ.” સ્વામીજીએ જવાબ આપ્યોઃ “જો હું પ્રમાણિકપણે એમ માનતા હોઉં કે હું અને સર્વવ્યાપી પરમાત્મા એકજ છીએ, તો પછી મારે પાપ કરવાની જરૂરજ રહે નહિ અને તેમ થતાં મને અટકાવનારની પણ જરૂર નજ રહે.”

થોડા સમયમાં સ્વામીજીના અગાધ જ્ઞાન વિષેની વાત આખા મદ્રાસમાં પ્રસરી રહી. એક દિવસ મદ્રાસના કેટલાક ઝનુની યુવાનો જેમને ડો. ડંકન જેવાઓએ માત્ર મિલ, બેઇન અને હર્બર્ટ સ્પેન્સરનાજ સિદ્ધાંતો ખરા છે એમ સમજાવ્યું હતું, તેમની સાથે ટ્રીપ્લીકેનની સાહિત્ય સભામાં સ્વામીજીએ અનેક વિષયો ઉપર ચર્ચા ચલાવી. તેઓ સઘળા સુધારક પક્ષના હતા. સ્વામીજીને ખબરજ હતી કે તેમનો સુધારો ખોટું જ કાર્ય કરી રહેલ છે. જુના વિચારવાળાને તેઓ માત્ર તિરસ્કારજ કર્યા કરે છે. ઘણી વાતો કરીને સ્વામીજીએ આ સઘળા યુવાનોના હૃદયમાં ઠસાવ્યું કે તેમણે સુખેથી પાશ્ચાત્ય આદર્શોનો બારીકીથી અભ્યાસ કરવો; તેમનું પૃથક્કરણ કરવું; પરંતુ તે પહેલાં તેમણે પોતાના પૂર્વજોના તત્વજ્ઞાન અને આદર્શોનો પણ અભ્યાસ અવશ્ય કરવો જોઇએ. તેમ કર્યા સિવાય માત્ર પાશ્ચાત્ય શિક્ષણથી જ અંજાઈ જઈને તેને અનુસરવા માંડવું જોઈએ નહિ. પ્રાચીન સમયના સિદ્ધાંતો અને સમાજ નિયમોમાં જે કંઈ મહત્ત્વનું લાગે તેને આધુનિક સમયમાં પાયા તરીકે ઉપયોગમાં અવશ્ય લેવું જોઈએ, તેમ નહિ કરવામાં આવતાં આપણી પ્રજારૂપી ઇમારતના પાયાઓનો સમૂળો નાશ થઈ જશે. સ્વામીજીએ તેમને સમજાવ્યું કે તે સુધારાના શત્રુ નથી; તેઓ તો ઉલટો સુધારો માગે છે. પણ તેમનો સુધારો એ