પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


આંતર વૃત્તિઓને સુધારે છે, નહિ કે માત્ર બાહ્ય સુધારો. વળી ખરો સુધારો સર્વ જુની બાબતોને ખરાબ માની તેનો નાશ કરવામાં સમાયલો નથી, પણ જુના ઉપર નવીન ઇમારત ચણવામાંજ રહેલો છે.

મદ્રાસના યુવાનોએ જ્યારે સ્વામીજીમાં તેમનાથી કદી ન મેળવી શકાય એવી વક્તૃત્વશક્તિ, અંગ્રેજીનું ઉંડું જ્ઞાન અને પાશ્ચાત્ય તથા આર્ય તત્ત્વજ્ઞાનનો બારીક અભ્યાસ જોયાં ત્યારે તેઓ સઘળા સ્વામીજીને ચરણે નમી રહ્યા.

એકવાર મદ્રાસની ક્રિશ્ચિયન કોલેજના સાયન્સના આસિસ્ટંટ પ્રોફેસર શીંગારાવેલુ મુડેલીઅર તેમની પાસે આવ્યા. તેઓ ખ્રિસ્તિ ધર્મના સિદ્ધાંતોનો સ્વીકાર કરતા અને હિંદુ ધર્મ ઉ૫ર ટીકાઓ કરતા. તે વાદવિવાદ કરવાને આવ્યા હતા, પણ એક ક્ષણમાં જ તેમના વિચારમાં ફેરફાર થઈ ગયો અને સ્વામીજીના ચુસ્ત શિષ્ય બની ગયા. પછીથી તેમણે સ્વામીજીનાં કાર્યોમાં ઘણી મદદ કરી હતી અને સંન્યાસ દિક્ષા લઈ સાધુ જીવન ગાળી રહ્યા હતા; તથા આખરે સંન્યાસી તરીકે તેમનું દેહાવસાન થયું હતું. શ્રીયુત વી. સુબ્રહ્મણ્ય આયર કહે છે કે તે એક દિવસ રા. ભટ્ટાચાર્યને ઘેર ગયા હતા. સ્વામીજીની સાથે વાદવિવાદ કરીને તેમને હંફાવવાનો તેમનો વિચાર હતો. તેમના કેટલાક મિત્રો પણ તેમની સાથે આવ્યા હતા. સર્વે તે વખતે ક્રિશ્ચિયન કોલેજમાં ભણતા હતા અને સર્વેનું વલણ ખ્રિસ્ત્તી ધર્મ તરફ વધારે હતું. રા. ભટ્ટાચાર્યના મકાનમાં સ્વામીજી એક સ્થળમાં હુક્કો પીતા પીતા વિચારગ્રસ્ત થઈને જાણે કે અડધા જાગતા હોય અને અડધા ઉંઘતા હોય એમ બેઠેલા જણાતા હતા. તેમનામાંનો એક જણ આગળ આવીને પૂછવા લાગ્યો: “મહારાજ, પરમેશ્વર શી વસ્તુ છે ?” પોતાને પૂછાયો સવાલ પોતે જાણે કે