પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સાથે વાત કરવાને આગળ આવવા લાગી. પરિષદની પીઠિકા (પ્લેટફોર્મ) ઉપર સ્વામીજી જો ઉઠીને કોઈ કારણસર એક બાજુએથી બીજી બાજુએ જાય તોપણ શ્રોતાઓ તેમને હર્ષના પોકારો અને તાળીઓના અવાજોથી વધાવી લે ! પરિષદ્‌ના વિજ્ઞાનશાસ્ત્રીય વિભાગના પ્રમુખ લખે છે કે, – “વિવેકાનંદે પરિષદ્‌માં ભાષણ આપવા ઉપરાંત તેના વિજ્ઞાનશાસ્ત્રીય વિભાગમાં પણ ભાષણ આપ્યું હતું. ત્યાં હું પ્રમુખ હતો. દરેક વખતે શ્રોતાઓ તેમને ઘણાજ માન અને ખુશાલીથી વધાવી લેતા હતા. તે જ્યાં જાય ત્યાં લોકો તેમની આસપાસ ટોળે વળી જતા અને તેમના મુખમાંથી નીકળતા દરેક શબ્દને આતુરતાથી શ્રવણ કરતા. ઘણી વખત તેમને ખ્રિસ્તી દેવાલયોમાં બોધ આપવાને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં શ્રાતાઓ તેમની ઘણીજ પ્રશંસા કરતા હતા. ઘણા ધર્મચુસ્ત ખ્રિસ્તીઓ પણ તેમને માટે કહેતા હતા કે ખરેખર મનુષ્યમાં તે એક દેવસમાન ( શ્રેષ્ઠ પુરૂષ) છે ! સ્વામીજીને અમેરિકા મોકલવા માટે અમેરિકનો હિન્દુસ્તાનનો ઉપકાર માને છે, અને એમના જેવા બીજા વધારે મોકલવાની વિનતિ કરે છે.”

સર્વધર્મ પરિષદ્‌માં સ્વામીજીએ જે વ્યાખ્યાન આપ્યું તેમાં સમાયલા વિચારો જેમ અતિશય ભવ્ય હતા તેમ તે આકાશ જેવા વિશાળ અને સર્વસ્પર્શી હતા. જગતના સર્વે ધર્મોનો જાણે કે સાર ખેંચી કાઢ્યો હોય તેમ તેમની “સર્વ સંગ્રાહ્યધર્મની કલ્પના” સર્વગામી હતી.

અમેરિકાનાં થોડાંક વર્તમાનપત્રોના તેમના વિષેના અભિપ્રાયો નીચે ટાંકીશું.

“સર્વ ધર્મપરિષદ્‌માં સ્વામી વિવેકાનંદ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે, અને તેમનું ભાષણ સાંભળ્યા પછી અમને લાગે છે કે હિંદુઓ