પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૫
સર્વધર્મપરિષદ.


જેવી વિદ્વાન પ્રજાને બોધ આપવાને અમે પાદરીઓ મોકલીએ છીએ એ કેવું મુર્ખાઈ ભરેલું કાર્ય કરીએ છીએ ! ” — ધી ન્યુયૉર્ક હેરલ્ડ.

“બધા વક્તાઓમાં આ માણસેજ સર્વધર્મપરિષદ્‌માં ભારે હર્ષઘોષ જગાવી મુક્યો હતો, અને વારંવાર તેમને પાછા બોલાવવામાં આવ્યા હતા.” — ધી ઇન્ટીરીઅર શિકાગો.

“પોતાનો ભવ્ય દેખાવ અને વિચારોની પ્રૌઢતાને લીધે પરિષદ્‌માં તે ઘણાજ પ્રિય થઈ રહેલા છે. પ્લેટફોર્મ ઉપર તે માત્ર એક બાજુએથી બીજી બાજુએ જાય છે તો પણ શ્રોતાઓ તેમના માનમાં તાળીઓના અવાજ કરી મૂકે છે અને સ્વામી એક બાળક જેવા સાદા સ્વભાવથી, જરાક પણ મગરૂરી ધર્યા વગર, તે હજારો મનુષ્યોના માનનો સ્વીકાર કરે છે,” ―ધી બોસ્ટન ઇવનીંગ્‌ ટ્રાન્સ્ક્રીપ્ટ.

“જો કે પરિષદ્‌માં બીજા ઘણા સારા વક્તાઓ હતા, પણ પરિષદનો ખરેખર ઉદ્દેશ તો તે હિંદુ સાધુએજ બરાબર પાર પાડ્યો છે. હું તેમના ભાષણની પુરેપુરી નકલ આપું છું, પણ શ્રોતાઓનાં મન ઉપર તેની શી અસર થઈ હતી તેનું તો માત્ર સૂચનજ કરું છું, કારણકે તે ઇશ્વરી બક્ષિસવાળા એક મહાન વક્તા છે. પીળાં અને ભગવાં વસ્ત્રો તેમણે ધારણ કર્યાં હતાં. જે ગંભીરતાથી, એક કાવ્ય જેવી વાણીમાં તે બોલી રહ્યા હતા, તે સર્વ કાંઈ ઓછાં આકર્ષક નહોતાં. તેમની વિદ્વતા, વક્તૃત્વશક્તિ અને મોહક વ્યક્તિત્વથી, હિંદુઓના પ્રાચીન સુધારાનો અમને કંઈક નવોજ ખ્યાલ આવ્યો છે. તેમનો સુંદર અને બુદ્ધિદર્શક ચહેરો અને સંગીતમય અવાજથી ઘણા મનુષ્યોને તે પ્રિય થઈ પડેલા છે. તેમણે ક્લબોમાં અને દેવાલયોમાં ભાષણો આપ્યાં છે અને તેમના ધર્મથી અમે વાકેફ થઈ રહેલા છીએ. કોઈ પણ જાતની પ્રથમ નોંધ