પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અમેરિકનો પોતાને ઘેર તેમને બોલાવવા લાગ્યા. શિકાગોના કેટલાક ધનાઢ્ય પુરૂષોએ પોતાના ભવ્ય મહેલો તેમને માટે ખુલ્લા મુક્યા. એક માનવંતા અતિથિ તરીકે નિમંત્રવાને શ્રીમંતો એક બીજાની સ્પર્ધા કરવા લાગ્યા. શિકાગોની સમાજોએ તેમના માનમાં અનેક સભાઓ ભરી.

જે દિવસે સ્વામીજીએ પોતાનું જગપ્રસિદ્ધ ભાષણ આપ્યું, તેજ દિવસે એક ધનવાન અને પ્રખ્યાત મનુષ્ય જેનો મહેલ શિકાગોની ઉચ્ચ કોટીની વસ્તીમાં આવેલો હતો તેણે સ્વામીજીને પોતાને ત્યાં તેડી જઈને એક રાજાના જેટલું માન આપ્યું. તે ધનવાને પોતે જાતેજ સ્વામીજીની સઘળી સરભરા કરી અને એક શિષ્યની માફક તેમના તરફ પૂજ્યભાવ દાખવ્યો. સારા કીંમતી સામાનથી સજ્જ કરેલો એક હૉલ તેમને સ્વાધીન કરવામાં આવ્યો અને અનેક પ્રકારની સગવડો તેમને કરી આપવામાં આવી. પણ પોતાની પ્રશંસાથી કે માનથી સ્વામીજી ફુલાઈ જાય તેવા નહોતા. વર્તમાનપત્રોમાં જ્યારે પોતાની અતિશય પ્રશંસા તેઓ વાંચતા, ત્યારે પ્રભુ પોતાના કાર્યમાં તેમના નિમિત્ત તરીકે જે ઉપયોગ લે છે તેના વિચારથી આભારનો જે ઉભરો તેમના હૃદયમાં ચ્હડતો તેથી તેમની આંખો અશ્રુથી ભરાઈ આવતી. મોટા મોટા શ્રીમાનોની સેવા અને સહકારથી કેટલીકવાર તેઓને એમ વિચાર આવતો કે રખેને, આવી તેવી બાબતોમાંજ રોકાઈ પડાઈને તેમના પરિવ્રાજક તરીકેના સ્વતંત્રજીવનનો અને પોતાના દીન–પરતંત્ર દેશ પ્રત્યેના સેવાભાવનો અંત આવી જાય !

તે ધનવાન મનુષ્યના ભવ્ય હૉલમાં પહેલેજ દિવસે રાતે સુતે સુતે અમેરિકાની વિપુલ લક્ષ્મી અને ભારતવર્ષની પુષ્કળ નિર્ધનતાના વિચારો તેમના મનમાં ખડા થવા લાગ્યા. ભારતવર્ષના દુઃખે દુઃખી થનાર મહાન સ્વદેશભક્ત–સ્વામીજીને સવા મણ રૂની