પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૧
અમેરિકામાં ઉપદેશક તરીકે.


વેદાન્તના સિદ્ધાંતો દ્વારા સમજાવતા. જે સાંભળીને પાદરીઓ ચકીત થઈ જતા અને સ્વામીજીનું કથન અત્યંત માનથી વધાવી લેતા. પરદેશી ભૂમિમાં, પરદેશીઓ આગળ, એકલા છતાં પણ સ્વામીજી કેવી હિંમત અને નિડરતાથી જે સત્ય હોય તેજ કહેતા તે નીચેના તેમના શબ્દોથી સમજાશે. ડેટ્રૉઇટમાં એક ભાષણમાં સ્વામીજીએ બેધડક કહ્યું હતું કે,

“એક બાબત વિષે હું તમને કહેવા માગું છું. હું કોઈ જાતની સખત ટીકા કરવા ઇચ્છતો નથી. તમે મનુષ્યોને પાદરીઓ બનાવવાને માટે ભણાવો છો, કેળવો છો, કપડાં પહેરાવો છો, પૈસા આપો છો. અને આ બધું શેને માટે ?–મારા દેશમાં આવવાને, મારા પૂર્વજોને ગાળો અને શ્રાપ દેવાને, મારા ધર્મને અને મારા બધાને વખોડવાને ! તેઓ મારા દેશમાં આવીને એકાદ દેવાલય આગળ ઉભા રહી કહે છે કે, “ઓ મૂર્તિપૂજકો, તમે અમારા પંથમાં આવો; નહિ તો નરકમાં જશો !” પણ અમે હિંદુઓ નમ્ર છીએ. અમે એ સાંભળીને હશીએ છીએ અને “મૂર્ખાઓ ગમે તેમ બોલે” એમ કહી ચાલતા થઈએ છીએ. અમે લોકો એવી સહનશીલતા દર્શાવીએ છીએ અને તમારા ઉપર જો જરાક પણ ટીકા કરવામાં આવે તો તમે છછણી ઉઠો છો ! પણ તમારે એટલું તો ખાસ યાદ રાખવું જોઈએ કે આખું હિંદુસ્તાન ઉભું થાય અને આખા હિંદી મહાસાગરનો કચરો પાશ્ચાત્ય દેશો તરફ નાંખે તો પણ તમારા પાદરીઓનાં અપકૃત્યના એક લક્ષાંસ ભાગ જેટલું પણ તે નહિ થાય ! ”

“અમારા ધર્મમાં કોઇને લાવવાને અમે તલવાર તો નથીજ ચલાવી, પરંતુ કોઈ ઉપદેશકને પણ તે કામ કરવા માટે અમે બીજા લોકોમાં મોકલ્યો છે ?”

“બીજાઓને તમારા ધર્મમાં લાવવાને તમે અનેક પ્રયાસ કરો