પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૯
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

આવી ઉત્તમ રીતે શાથી સમજો છો ?” સ્વામીજીએ જવાબ આપ્યો “કેમકે. જિસસ ક્રાઈસ્ટ પૂર્વના રહેવાસી હતા અને અમે પૂર્વના રહેવાસીઓજ તેને યથાર્થ રીતે સમજી શકીએ.”

સ્વામીજી આમ નિડરપણે ખરેખરું કહી દેતા. એથી કરીને કેટલાક સારા પાદરીઓ તો તેમનો બોધ ગ્રહણ કરતા અને સ્વામીજીનો બચાવ પણ કરતા; પણ કેટલાક ધર્માંધ પાદરીઓ અને ખ્રિસ્તીઓને તેથી બહુજ ખોટું લાગતું અને તેઓ સ્વામીજીને ઉતારી પાડવાના અનેક પ્રયાસો કરતાં. વળી સ્વામીજીનો બોધ પાદરીઓના પેટની આડે પણ આવતો હતો અને લોકોમાં તેમનું માન ઓછું કરતો હતો. એથી કરીને તેમને વધારે લાગે અને તેઓ તેઓ તેમની સામે થાય એમાં નવાઇ જેવું પણ નહોતું.

આમ હોવાથી પાદરીઓ હવે તેમને ખરાબ કરવાના અનેક વિચાર કરવા લાગ્યા. તેઓ જેમ કહે તેમજ સ્વામીજીએ ખ્રિસ્તી ધર્મનો બોધ કરવો, એમ તેઓ તેમને કહેવા લાગ્યા. સ્વામીજી તેમનાથી ડરે તેવા નહોતા; તે તો જે સત્ય હોય તેજ કહેતા ચાલ્યા. પાદરીઓ સ્વામીજી વિષે અનેક ખોટી વાતો અને અફવાઓ ઉરાડવા લાગ્યા; પણ આપણા બહાદુર સંન્યાસી તો પોતાનું કાર્ય કર્યાજ ગયા પરિણામ એ આવ્યું કે પાદરીઓની ખોટી અફવાઓથી સ્વામીજીનું નામ અમેરિકામાં ઉલટું વધારે ને વધારે પ્રસરી રહ્યું.

બીજી કોઈ પણ યોજનામાં પાદરીઓ ફાવ્યા નહિ ત્યારે તેમણે યુવાન સ્ત્રીઓને મોકલીને સ્વામીજીને લલચાવવાનો ઘાટ કર્યો. કેટલીક સ્ત્રીઓને તેમની પાસે મોકલવામાં આવી. પણ તે સ્ત્રીઓને શું માલુમ પડ્યું ? સ્વામીજી એક નાના બાળક જેવા સાદા અને પવિત્ર તેમને જણાયા. સ્ત્રીઓએ પાદરીઓની સઘળી યેાજના તેમની આગળ કબુલ કરી દીધી. તેઓ આશ્ચર્ય પામવા લાગી કે આવા મનોનિગ્રહવાળો