પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૩
અમેરિકામાં ઉપદેશક તરીકે.


અમેરિકામાં નાસ્તિકો, જડવાદીઓ, સંશયાત્માઓ, તર્કવાદીઓ અને ધર્મનિંદકો ઘણા વસતા હતા અને તેઓ સર્વ સ્વામીજીના સિદ્ધાંતોની વિરૂદ્ધ થઈ રહ્યા હતા. પ્રથમ તો તેઓ એમજ ધારતા હતા કે એ હિંદુ સાધુને તેઓ વાદ વિવાદમાં હરાવી શકશે; અને પાશ્ચાત્ય વિજ્ઞાન, પાશ્ચાત્ય સુધારો તથા પાશ્ચાત્ય તત્વજ્ઞાન આગળ હિંદુ ધર્મના સિદ્ધાંતો એક ક્ષણવાર પણ ટકવાના નથી. આમ સમજીને તેઓએ સ્વામીજીને ન્યુયોર્કમાં એક ભાષણ આપવાનું આમંત્રણ આપ્યું. સ્વામીજીએ તેમનું આમંત્રણ સ્વીકાર્યું અને પોતે એકલાજ ત્યાં ગયા. ભાષણ થયું; અનેક સવાલ જવાબ થયા; પાશ્ચાત્ય ન્યાય અને તર્કોએ પોતાના બને તેટલા ધમપછાડા માર્યા; પરંતુ છેવટે સર્વને ચૂપજ થવું પડ્યું ! સ્વામીજીએ પોતાના અગાધ જ્ઞાન અને સ્મરણશક્તિના પ્રતાપે સર્વને બતાવી આપ્યું કે અદ્વૈતવાદના સિદ્ધાંતો આગળ તેમનું જ્ઞાન અને સાયન્સ કેટલું બધું અપૂર્ણ છે આની સાથે સર્વ કોઈ આ વાત જોઇને પણ દંગજ બની ગયા કે સ્વામીજી પૌર્વાત્ય દર્શનશાસ્ત્રોનું જેટલું સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે, તેટલુંજ તેઓ પાશ્ચાત્ય જડવાદનું અને વિજ્ઞાનશાસ્ત્રના સિદ્ધાંતોનું જ્ઞાન પણ પુરેપુરૂં ધરાવે છે, એટલું જ નહિ પણ એ વિષયોમાં તો પાશ્ચાત્યો કરતાં પણ વધારે સંપૂર્ણ માહિતી અને બાહોશી તેઓ ધરાવે છે !”

સ્વામીજીએ અમેરિકનોને દર્શાવી આપ્યું કે તેમના બહુમાન્ય પાશ્ચાત્ય સુધારાનો મહિમા સ્વબંધુઓનો નાશ કરવામાંજ સમાઈ રહેલો છે; તેમનું વિજ્ઞાનશાસ્ત્ર જીવનના સૂક્ષ્મ અને અગત્યના પ્રશ્નનો જવાબ આપી શકતું નથી; તેમના વિજ્ઞાનશાસ્ત્રના નિયમો પણ મનુષ્યના અંતઃકરણની બહાર અસ્તિત્વ ધરાવી શકતા નથી; જેને વિજ્ઞાનશાસ્ત્રીઓ જડ કહે છે તેનો પુરેપુરો ખ્યાલ તેના આધ્યાત્મિક મૂળને શોધ્યા વગર આવનાર નથી; અને તેમને જડવાદ પણે આખરે આધ્યાત્મિક તત્વમાંજ જઈને