પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૫
અમેરિકામાં ઉપદેશક તરીકે.


પડે છે. એ જ “વેદાન્ત સમાજ” માં સ્વામીજીએ આપેલાં ભાષણો તે સમાજે પુસ્તકોના રૂપમાં પ્રસિદ્ધ કરેલાં છે. “રાજયોગ,” “કર્મયોગ,” “ભક્તિયોગ” અને “મારા ગુરૂ” એ સ્વામીજીનાં એ સમાજે પ્રકટ કરેલાં મુખ્ય પુસ્તકો છે. જેવી રીતે ખ્રિસ્તીઓ બાઈબલને પુષ્કળ માન આપે છે તેવીજ રીતે ઘણા અમેરિનો આજે “રાજયોગ”ને ઘણાજ ભાવથી પુજે છે. ઘણા સંશયવાદીઓ અને જડવાદીઓને માટે તે હવે શ્રુતિ રૂપ થઈ રહેલું છે. અસંખ્ય મનુષ્યોનાં જીવનને એણે શુભ માર્ગે વાળ્યાં છે. એ પુસ્તકની દરેકે દરેક લીટી વાંચકના આત્માને સ્પર્શ કરે છે અને તેમાં નવીન સામર્થ્ય ઉપજાવે છે. જાણે કે કોઈ મહાન યોગીના પવિત્ર આત્મામાંથી પ્રબળ શક્તિ પ્રેરક ઉદગારો બહાર નીકળી રહ્યા હોય તેમ તેનું દરેકે દરેક વાક્ય વાંચકના અંતઃકરણમાં સચોટ લાગે છે. રાજયોગનું ભાષાંતર ઘણી ભાષાઓમાં થએલું છે; તે ઘણા દેશોમાં પ્રસિધ્ધ કરવામાં આવેલું છે; અને યુરોપ, અમેરિકા તથા એશીઆનાં અસંખ્ય સુશિક્ષિત સ્ત્રી પુરૂષો તેને પ્રેમથી વાંચે છે.×[૧]

આ પ્રમાણે ન્યુયોર્કમાં ભાષણો કરવાથી સ્વામીજીને અત્યંત માન મળ્યું. ન્યુયોર્કની કેટલીક સમાજોમાં તો તેમનું નામ અત્યંત મોહક થઈ રહ્યું અને પુષ્કળ વિદ્વાનો અને ધનવાનો તેમનાથી આકર્ષાઈ રહ્યા. પણ સ્વામીજીને મહેનત પણ બહુ સખ્ત કરવી પડતી હતી. દિવસમાં તે બે વાર ભાષણો આપતા, લાંબો પત્રવ્યવહાર કરતા, અનેકોને ખાનગી મુલાકાત આપતા, કેટલાકને ઘરમાં બેઠે બેઠે બોધ આપતા અને પોતાના અનુયાયીઓના શિક્ષણને માટે અનેક લેખો તેઓ લખતા. આ બધું કાર્ય કરવામાં સવારથી તે મોડી રાત સુધીનો

તેમનો સઘળો વખત ચાલ્યો જતો. આવી સખત મહેનતને લીધે


  1. આ સંસ્થા તરફથી પણ હવે જેમ બને તેમ જલદીથી “રાજયોગ”નું ભાષાંતર પ્રસિદ્ધ થનાર છે.