પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પડતો. આખું અમેરિકા તેમની પાછળ ગાંડુ ઘેલું થઈ રહ્યું હતું. કેટલાક સ્વામીજીને પોતાને ઘેર બોલાવતા તો કેટલાક જાહેર વ્યાખ્યાન આપવાની અરજ કરતા. અમેરિકામાં સર્વત્ર જડવાદ વ્યાપી રહેલો હતો અને તેથી ઘણા મનુષ્યનો આત્માને સંતોષ થતો નહોતો. હજારો સમાજો અને સંસ્થાઓ ત્યાં ઉભી થએલી હતી, પણ તે સર્વ ઐહિક વિષય સંબંધી જ બોધ કરતી. અમેરિકન પ્રજા વિષયભોગથી તૃપ્ત થઈ રહેલી હતી, જડવાદના સિદ્ધાંતોથી તે કંટાળી રહી હતી. તે પોતાના હૃદયને અને પોતાના આત્માને સ્પર્શ કરી શકે એવા કોઈ મહા સત્યને મેળવવાને ચ્હાતી હતી. જડવાદથી અસંતુષ્ટ બની રહેલા અસંખ્ય મનુષ્યનો હૃદયમાં સ્વામીજીનો બોધ સાંભળીને બાહ્ય પદાર્થોમાં સંતોષ અને ધર્મ જિજ્ઞાસાનો વાસ થવા લાગ્યો. યોગ્ય અધિકારીઓ એથી પણ આગળ વધીને અભ્યાસમાં તેમજ આત્માના પ્રદેશમાં વિચરવા લાગ્યા. અમેરિકનોને મન તે કેવો અપૂર્વ અનુભવ હતો ! કોઈ અતિશય ભુખ્યાને જેમ ખાવાનું મળે, કોઈ મરવા પડેલા તરસ્યાને જેમ પાણી મળે તેમ સ્વામીજીના બોધથી તેમનો આત્મા ઠરતો હતો.

સ્વામીજીનો બોધ અપૂર્વ હતો. તેમનાં વચનો અમેરિકનોને નવાઈ જેવાંજ લાગતાં. આ સમયે સ્વામીજીના સંબંધમાં ન્યુયોર્ક ફ્રેનોલોજીકલ જર્નલ (મસ્તિષ્કવિધા સંબંધી માસિક પત્ર) શું કહી રહ્યું હતું તે જાણવું ઘણું રસ ભરેલું છે. તે માસિકના અધિપતિએ લખ્યું હતું કે; “સ્વામી વિવેકાનંદ હિંદુ જાતિનો એક સુંદર નમુનો છે. તે ઉંચાઈમાં પાંચ ફુટ અને સાડા આઠ ઇંચ છે. તેમનું વજન એકસોને શીત્તેર રતલથી વધુ છે, તેમના મસ્તકનો પરીધ પોણી બાવીસ ઇંચ છે. તેનો વ્યાસ ચૌદ ઇંચ છે. આથી કરીને તે શરીર તથા મગજની બાબતમાં જેવા જોઈએ તેવાજ છે. પોતાની માનસિક શક્તિઓને