પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૫
અમેરિકામાં ઉપદેશક્ તરીકે.


અનુકુળ થાય એવા સ્થળમાં તે પોતાનો માર્ગ કરી લે છે. તેમની મિત્રતાથી તે તેમના કાર્યમાં મદદ અને ઉત્તેજન આપ્યાનો બદલો વાળે છે. એમના સંસ્કારો એવા છે કે લગ્ન સંબંધી વિચાર તેમાં આવી શકતાજ નથી. તે ખરેખરૂંજ કહે છે કે કોઈ પણ સ્ત્રી સાથે પ્રેમમાં પડવાનો વિચારજ તેમના મનમાં કદીએ આવ્યો નથી. તે વિગ્રહની વિરૂદ્ધ છે અને સંપૂર્ણ નમ્રતાનો બોધ કરે છે. આથી કરીને તેમનું મસ્તક કર્ણ પ્રદેશમાં સંકુચિત હોવું જોઈએ અને તે તેમજ છે. દ્રવ્ય અને તેની માલકી વિષેના પ્રશ્નોનો તે અનાદર કરે છે અને કહે છે કે તેમની પાસે કોઈ પણ પ્રકારની મિલકત નથી અને તે ઉપાધિ તેમને ગમતી પણ નથી. તેમનો આ વિચાર અમેરિકનોના મનને ઘણોજ વિચિત્ર લાગે છે, છતાં પણ આપણે કબૂલ કરવું જ જોઈએ કે સ્વામીજીના મુખ ઉપર જે સંતોષ અને શાંતિનાં ચિન્હો દેખાઈ આવે છે તે અમેરિકાના કરોડાધિપતિઓ “રસેલ રોજ” અને “હેટી ગ્રીન” નાં મુખ ઉપર પણ જણાઈ આવતો નથી. તેમનામાં સ્થિરતા અને સહૃદયતા પૂર્ણ વિકાસને પામી રહેલાં છે. પરોપકારવૃત્તિ તેમના જીવનમાં સ્પષ્ટ જણાય છે. તેમનાં લમણાં પહોળાં છે અને તે તેમનું સંગીતનું જ્ઞાન પ્રગટ કરે છે. તેમનાં ભવ્ય અને વિશાળ નેત્રો તેમની અદ્ભુત સ્મરણશક્તિને અને તેમનાં ભાષણોમાં તેમણે દર્શાવેલી અલૌકિક વક્તૃત્વ શક્તિને સિદ્ધ કરે છે. ટુંકામાં કહીએ તો દયા, અનુકપ્પા, તત્વજ્ઞાનમાં ઉંડો પ્રવેશ અને ઉચ્ચ શિક્ષણ કાર્યમાં જય મેળવવાની ઇચ્છા, એ તેમનાં ખાસ લક્ષણો છે. તે કલકત્તા યુનિવર્સીટિના એક ગ્રેજ્યુએટ છે, છતાં જાણે કે લંડનના રહેવાસી હોય તેમ સારી પેઠે શુદ્ધ અંગ્રેજી બોલે છે. સર્વ ધર્મ પરિષદ્‌માં તેમણે સર્વ મનુષ્યો તરફ આત્મભાવથી જોવાનું શિખવ્યું હતું. માત્ર એટલોજ બોધ કરવાનું