પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૯
અમેરિકામાં ઉપદેશક તરીકે.


થએલો છે અને તે પ્રાચીન સમય કરતાં પણ વધારે કીર્તિ મેળવશે.”

આધુનિક સમયમાં હિંદમાં કલકત્તા વિદ્યા અને બુદ્ધિનું શ્રેષ્ઠ સ્થળ બની રહેલું છે. આથી કરીને સ્વામી વિવેકાનંદને માન આપવાને કલકત્તાના ટાઉન હાલમાં જે સભા ભરવામાં આવી હતી તે આખા હિંદમાં સૌથી વધારે વિશાળ અને ભવ્ય હતી. ઘણાં જુના વિચારના પંડિતો, બ્રહ્મચારીઓ અને સંન્યાસીઓએ પણ તેમાં ભાગ લીધો હતો. હિંદુ ધર્મને અમેરિકામાં અપૂર્વ માન મળેલું જોઈને સૌ હિંદુઓનાં હૃદય આનંદથી ઉભરાઈ રહ્યાં હતાં. કલકત્તાના ટાઉન હાલમાં ભરાયલી ગંજાવર સભાનું પ્રમુખસ્થાન રાજા પ્યારીમોહન મુકરજીને આપવામાં આવ્યું હતું. પ્રમુખસ્થાનનો સ્વીકાર કરતા તે નીચેના શબ્દો બોલ્યા હતા;-

“આજે આપણે બધા જે સન્માન દર્શાવવાને અહીં એકઠા મળ્યા છીએ તે માન આપણે કોને આપી રહ્યા છીએ ? કોઈ એક રાજ્યની સેવા બજાવનાર અથવા બીજી કોઈ રીતે જય પ્રાપ્ત કરનારા મનુષ્યને નહિ, પણ એક સાદા સંન્યાસીને જ આપણે આ ગંજાવર સભામાં માન આપવાને એકઠા થયા છીએ. તે સંન્યાસીની ઉમ્મર માત્ર ત્રીસ જ વર્ષની છે. તેણે આપણા ધર્મના સિદ્ધાંતો અમેરિકન પ્રજાને અસાધારણ શક્તિ, યુક્તિ અને ચાતુર્યથી સમજાવ્યા છે અને હજારો અમેરિકનોની વાહ વાહ મેળવી છે. (ખુશાલીની તાળીઓ), હિંદુ ધર્મના સિદ્ધાંતો સમજાવીને ભાઈ વિવેકાનંદે, જગતના એક અતિ અગત્યના અને સુધરેલા ભાગની આંખો ઉઘાડી છે. વળી તેની ખાત્રી કરી આપી છે કે ધર્મ અને તત્ત્વજ્ઞાનની બાબતમાં પાશ્ચાત્ય વિજ્ઞાનશાસ્ત્ર કે સાહિત્યમાંથી ઉચત્તમ વિચાર અને સિદ્ધાંત મળી આવશે નહિ, પણ તે આપણાં હિંદુ શાસ્ત્રોમાંથીજ મળી આવશે, (ખુશાલીની તાળીઓ) આપણી માતૃભૂમિને