પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૫
ઈંગ્લાંડની મુલાકાત.

અમારો ધર્મ છોડીને હિંદુ ધર્મને માનવા લાગ્યા છીએ એમ નથી, પણ એટલું તો નક્કી છે કે વિવેકાનંદ અને તેમના કાર્ય તરફ અમને ઘણી પ્રીતિ ઉત્પન્ન થઈ રહેલી છે.

‘હિંદુ વિચાર કરતાં વધારે આકર્ષક જ્ઞાનની કોઈ પણ શાખા ભાગ્યેજ હશે. વેદાન્ત જેવા ઘણા લોકોને અસંભવિત લાગતા જ્ઞાનને એક ઘણી વિશાળ બુધ્ધિવાળા મનુષ્યને અત્યંત શ્રધ્ધાથી અને પોતાના જીવંત દૃષ્ટાંતથી પ્રતિપાદન કરતા જોઈને ઘણી ખુશી ઉપજે છે. વળી ખાત્રી થાય છે કે વેદાન્તવાદને માત્ર એક કલ્પના તરીકેજ અવલોકવાનો નથી. હેગલ કહે છે કે સ્પાઇનોઝાના સિધ્ધાંતો સઘળા તત્ત્વજ્ઞાનનું આદિ છે, પણ આપણે હવે ઘણો ભાર દઈને કહી શકીશું કે વેદાન્તવાદજ સર્વ જ્ઞાનનું મૂળ છે.’

આપણે પાશ્ચાત્યો ઐહિક વસ્તુઓને ભજનારા છીએ; પણ એક પારમાર્થિક વસ્તુમાં સઘળી ઐહિક વસ્તુઓ રહેલી છે, અને તે પરમાર્થિક વસ્તુનું ભાન જ્યાં સુધી આપણને થાય નહિ ત્યાંસુધી અને ઐહિક વસ્તુઓનું યથાર્થ જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ નહિ. एकमेवाद्वितियम् – એ મહાસત્યને આપણે પૂર્વ પાસેથી શિખવાનું છે. અને વિવેકાનંદે બહુજ અસરકારક રીતે તે સત્ય આપણને શિખવેલું છે; તેને માટે તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.”

પ્રકરણ ૩૬ મું – ઈંગ્લાંડની મુલાકાત.

સ્વામીજી લંડનમાં આવ્યા તેની અગાઉથી જ તેમની કીર્તિ ત્યાં પહોંચી ગઈ હતી. લંડન આવ્યા પછી પ્રથમ તો ખાનગી રીતે તેઓ પોતાના વિચાર દર્શાવવા લાગ્યા. તેમને માલમ પડ્યું કે અમેરિકનો