પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૫
ઈંગ્લાંડની મુલાકાત.


આત્મિક શક્તિઓનું તેમને ભાન થવા લાગ્યું. કેટલે દરજ્જે આધ્યાત્મિક સ્વભાવને જાગૃત કરી શકાય તેનો ખ્યાલ તેમને આવવા લાગ્યો. વિચાર અને ચારિત્રનો તેમનો પ્રૌઢ પ્રભાવ, દૃષ્ટાંતનું સચોટપણું, વિચારોની સરળતા અને દીર્ઘદષ્ટિ એને લીધે તેમનાં કથનો જનસમૂહના મનમાં અત્યંત ઠસી જતાં. સભ્યમાં સભ્ય મનુષ્યો તેમના ચુસ્ત શિષ્ય બની જતા અને તેમને “ગુરૂ” તરીકે માનતા.

મદ્રાસના એક શિષ્યને પોતાના ઈંગ્લાંડના અનુભવ વિષે સ્વામીજીએ લખ્યું હતું કે, “ખરેખર, ઈગ્લાંડમાં મારું કાર્ય ઘણું જ સારૂં થઈ રહેલું છે. લોકોના ટોળે ટોળાં મારી પાસે આવે છે અને ખુરસીઓ વગેરેની સગવડને અભાવે જમીન ઉપર પલાંઠી વાળીને બેસે છે અને સ્ત્રીઓ પણ તેમજ કરે છે. બીજા અઠવાડીયામાં મારે નિકળવાનું હોવાથી તેઓ ઘણા દિલગીર છે. કેટલાક એમ ધારે છે કે જો હું જલદીથી જઈશ તો મારું કાર્ય બગડશે, પણ હું તેમ ધારતો નથી, હું માણસ કે વસ્તુઓ ઉપર આધાર રાખતો નથી. હું માત્ર પ્રભુ ઉપરજ આધાર રાખું છું. તેજ કાર્ય કરે છે અને હું તો નિમિત્ત માત્રજ છું. ઘણા સખત કામથી હવે હું થાકી ગયો છું. પુષ્કળ આરામ લેવાને હું હિંદુસ્તાનમાં આવવા ઇચ્છું છું.”

એક દૈનિક પત્રનો ખબરપત્રી સ્વામીજીનો બોધ સાંભળવાને તેમના વર્ગોમાં જતો હતો. તે વર્ગોનું વર્ણન આપતાં તેણે લખ્યું છે કે,

“વર્ગમાં ખુરશીઓની અછતને લીધે લંડનની કેટલીક સભ્ય સ્ત્રીઓ પણ જમીન ઉપર પલાંઠી વાળીને બેસતી અને હિંદુ ચેલાઓ જેમ અત્યંત ભક્તિભાવથી ગુરૂનો બોધ સાંભળે તેમ સ્વામીજીનો બોધ સાંભળતી. આ સુંદર દેખાવ ભાગ્યેજ જોવામાં આવ્યો હશે. સ્વામીજી અંગ્રેજોના હૃદયમાં ભારતવર્ષ પ્રત્યે પ્રેમ અને એવી સહાનુભુતિ ઉત્પન્ન કરી રહેલા છે કે જે ભારતવર્ષના હિતમાં ઘણાં જ