પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૩૭ મું – અમેરિકામાં પુનરાગમન.

સ્વામીજી ઈંગ્લાંડમાં હતા ત્યારે અમેરિકામાં તેમના શિષ્યો સારી રીતે વેદાન્તના પ્રચારનું કાર્ય કરી રહ્યા હતા. સ્વામીજીના મુખ્ય અમેરિકન શિષ્યોમાં સ્વામી કૃપાનંદ, સ્વામી અભયાનંદ અને મીસ વોલ્ડો હતાં. ન્યુયોર્કમાં તેઓ નિયમિત રીતે અઠવાડીક સભાઓ ભરતા અને તેમાં વેદાન્તનો બોધ આપતા હતા. વળી અન્ય નગરોમાં પણ તેનો પ્રચાર કરવાનું તેઓ ચૂક્યા નહોતા. સર્વત્ર તેમનો બોધ વધાવી લેવામાં આવતો હતો. લોકો તેમનું કહેવું ઘણી ખુશીથી સાંભળતા હતા. ઘણી જગ્યાએ તેમણે નવી વેદાન્ત સભાઓ પણ સ્થાપી હતી. બફેલો અને ડેટ્રોઈટમાં ઘણા જિજ્ઞાસુઓ તેમના કાર્યમાં મદદ કરી રહ્યા હતા અને ત્યાં પણ વેદાન્ત સભાઓ સ્થાપવામાં આવી હતી.

ત્રણ મહીના સુધી ઈંગ્લાંડમાં રહ્યા પછી સ્વામીજી ન્યુયાર્કમાં પાછા આવ્યા. આ વખતે તેમની તબીયત ઘણી સારી હતી. તેમણે હવે પોતાનું મુખ્ય મથક ન્યુયોર્કમાં કર્યું. ત્યાં તે સ્વામી કૃપાનંદ જોડે રહેવા લાગ્યા. દોઢસો માણસ બેસી શકે એવી બે મોટી ભાડાની આરડીઓમાં “કર્મમોગ” ઉપર તેમણે ભાષણો આપવાં શરૂ કર્યાં. બીજા પણ અનેક વિષયો ઉપર તે બોધ આપતા અને એમ એક અઠવાડીઆમાં સત્તર ભાષણો આપતા. તેમનાં ભાષણો લખી લેવાને માટે તેમના શિષ્યોએ એક પગારદાર માણસને રોક્યો હતો. તે ટુંકી ભાષામાં તેમનાં સઘળાં ભાષણો ઉતારી લઇને પછી પુરેપુરાં તૈયાર કરી રાખતો હતો. તેનું નામ જે. જે. ગુડવીન હતું. પાછળથી ગુડવીન સ્વામીજીનો ચુસ્ત શિષ્ય બની રહ્યો હતો. સ્વામી વિવેકાનંદને ગુડવીને જે દિવસે જોયો તે દિવસથી જ તે તેમના તરફ આકર્ષાઈ ચૂક્યો હતો. તે સંસારી મનુષ્ય હતો અને તેણે