પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૫
અમેરિકામાં પુનરાગમન.


કે કોઈ પણ શાસ્ત્ર ઉપર જ્યારે તે ટીકા કરતા ત્યારે તેને તે નવીન સ્વરૂપમાંજ સમજાવતા; છતાં તેમનો કોઈ પણ વિચાર વેદ, ઉપનિષદ કે પોતાના ગુરૂના વિચારોથી વિરૂદ્ધ નહોતા. હિંદુ શાસ્ત્રોમાં પ્રવર્તી રહેલી યુક્તિ આધુનિક વિજ્ઞાનશાસ્ત્રને સંમત નથી એમ જાણીને હિંદુ તર્ક અને ન્યાયને ફરીથી આધુનિક બુદ્ધિને માટે ઉપયોગી બનાવવાને તે પ્રયાસ કરી રહ્યા હતા. હિંદુઓનું તત્વજ્ઞાન અજેય છે. આધુનિક વિજ્ઞાનના સિદ્ધાંતોથી પણ તે તોડાય તેવું નહિ હોવા છતાં તે તત્વજ્ઞાનને સમજાવવાની યુક્તિ આધુનિક વિજ્ઞાનશાસ્ત્રના સિદ્ધાંતો આગળ ટકી શકે તેવી નથી એમ તે સમજતા હતા. તેથી કરીને હિંદુ તર્ક અને ન્યાયને તે કેવી રીતે રજુ કરતા તે નીચેની બીના ઉપરથી ઠીક સમજાશે.

સ્વામીજી હારવર્ડ યુનીવર્સીટિના પ્રોફેસરોએ સ્થાપેલી સભામાં ભાષણ આપવાને માટે ગયા હતા. ત્યાં ભાષણ સમાપ્ત થયા પછી પ્રોફેસરોએ સ્વામીજીને અનેક પ્રશ્નો પૂછ્યા હતા અને તેના ઉત્તરો તેમણે આપ્યા હતા. તે ઉત્તરો આધુનિક વિચારોને અનુકુળ થાય તેવી રીતે આપવામાં આવ્યા હતા. પ્રાચીન સિદ્ધાંતો ઉપર કેવો નવીન પ્રકાશ સ્વામીજી પાડી રહ્યા હતા તે એ ઉપરથી સમજાશે. સ્વામીજીને પૂછવામાં આવ્યું હતું કે “માયા અથવા અજ્ઞાન શા માટે અસ્તિત્વ ધરાવે છે ?” તેમણે જવાબ આપ્યો હતો કે, “શા માટે–એ પ્રશ્ન કારણભાવમાં નહિ પણ કાર્યભાવમાંજ ઉદ્ભવી શકે છે. માયાના પ્રદેશમાંજ એ પ્રશ્નનો સંભવ હોઈ શકે. જ્યારે એ પ્રશ્નને ન્યાયશાસ્ત્રના નિયમ પ્રમાણે ગોઠવવામાં આવશે ત્યારેજ અમે તેનો ઉત્તર આપીશું.” જ્યારે એમ કહેવામાં આવ્યું કે, “સમાધિ એટલે કર્તાનું કર્મમાં લય થઈ જવું” ત્યારે સ્વામીજી એકદમ બોલી ઉઠ્યા કે; કર્મનો કર્તામાં લય થઈ જવો અને નહિ કે કર્તાનો કર્મમાં લય થઈ