પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૫
ઈંગ્લાંડની બીજી મુલાકાત.


રહ્યો. તે હમણાં જ જાણે કે રોઈ પડશે એવો તેમનો ચ્હેરો થઈ રહ્યો ! ધીમે ધીમે તે પોતાનું ડોકું હલાવીને ના કહેવા લાગ્યા અને મૃદુ સ્વરે તે બોલ્યા: “જો હિંદમાં આવીશ તો પછી અહીંઆં પાછો નહિ આવું ! તમારે મારા શરીરને ત્યાંજ અગ્નિદાહ કરવો પડશે !” તેમને હવે એ વિષે વધારે સવાલો પૂછવા એ તેમના હૃદયમાં ગુપ્ત વાસ કરી રહેલી પવિત્ર લાગણીઓને છેડવા બરાબર મને લાગ્યું.”

સ્વામીજીએ પોતાના મોહક વ્યક્તિત્વથી ભગવાન શ્રીરામકૃષ્ણ પરમહંસનું જીવન અને બોધ વચનો અંગ્રેજીમાં લખવાની મેક્સમુલરને પ્રેરણા કરી અને ત્યાંથી વિદાય લીધી. પછી હંમેશાના કાર્યક્રમ પ્રમાણે તેઓ વેદાન્તનાં ઉંડાં તત્ત્વો ઉપર ભાષણો આપવા લાગ્યા. તેમનાં ભાષણોના વિષયો “માયા” “માયા અને મુક્તિ,” “બ્રહ્મ અને તેનો આવિર્ભાવ” વગેરે હતા. અદ્વૈતવાદમાં આ વિષયો ઘણા કઠિન ગણાય છે, પણ પોતાની અલૌકિક શક્તિવડે સ્વામીજીએ તેમનું એવી સરળ રીતે પ્રતિપાદન કર્યું કે ઈંગ્લાંડનાં સઘળાં સુશિક્ષિત સ્ત્રીપુરૂષો અને મોટા વિચારકો તેમાં ઘણોજ રસ લેવા લાગ્યા. અદ્વૈતવાદની મહત્તા આ પહેલીવારજ તેમના સમજવામાં આવી. વેદાન્તની સર્વ સંગ્રાહ્યતા તેમણે તે સમયેજ નિહાળી. સ્વામીજીએ સરળ ભાષામાં ઘણી સ્પષ્ટ રીતે અદ્વૈતવાદના સિદ્ધાંતો રજુ કર્યા અને સઘળા શ્રોતાઓનાં હૃદયમાં વેદાન્તનાં ઉચ્ચ, અગાધ અને પ્રેરણાત્મક તત્વોનો સંપૂર્ણ જુસ્સો રેડાઈ રહ્યો. તેઓ સર્વ અદ્વૈતવાદની પ્રશંસા કરવા લાગ્યા. ઈંગ્લાંડમાં ઘણા બુદ્ધિશાળી પુરૂષો એવા હતા કે જે ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોને બીલકુલ માનતાજ નહિ. તેમને મન વેદાન્તનાં સર્વ સંગ્રાહી તત્ત્વો મોહક અને દુર્જેય થઈ રહ્યાં. કેટલાક ઉદાર મનના પાદરી સ્વામીજીને મળવાને ભાગ્યશાળી