પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અને ખંતથી ફેલાવ્યા છે અને ભારતવર્ષના કલ્યાણને માટે ઘણોજ શ્રમ ઉઠાવ્યો છે. પોતાના મરણ પર્યંત તેમણે કલકત્તામાં રહીને હિંદુ સ્ત્રીઓની સ્થિતિ સુધારવાને અને પ્લેગ, દુષ્કાળ વગેરેમાં અનાથ મનુષ્યોને સહાય કરવાને અનેક પ્રયાસો કરેલા છે. પ્રભુ, તેમના આત્માને શાંતિ આપો.

સ્વામીજીની બીજી એક અમેરિકન શિષ્યાનું નામ મિસ ક્રિસ્ટિના છે. ડેટ્રોઈટમાં કેળવણી ખાતામાં તે જે મોટા હોદ્દા ઉપર હતાં તે તેમણે છોડી દીધો અને પોતાના ગુરૂ વિવેકાનંદ હિંદમાં આવ્યા ત્યારે તે પણ હિંદમાં આવીને બહેન નિવેદિતા સાથે કામ કરવા લાગ્યાં. તેમના માર્ગમાં અનેક મુશ્કેલીઓ આવી હતી, પણ તે સર્વેને ટાળીને તે પોતાનું કાર્ય હજી સુધી ખંતથી ચલાવી રહેલાં છે. બહેન નિવેદિતાએ સ્થાપેલી શાળાનું કામ તેમના હાથમાં સોંપવામાં આવેલું છે અને તેમના પ્રયાસથી શાળામાં હવે ઉચ્ચ કુટુંબોની વિધવાઓ અને પડદાનશીન સ્ત્રીઓ પણ આવવા લાગી છે. હિંદુઓના આદર્શ પ્રમાણેજ ત્યાં સ્ત્રી કેળવણી આપવામાં આવે છે. આવી શાળાઓ હિંદુસ્તાનમાં સ્થળે સ્થળે સ્થાપવી એ સ્વામીજીનો વિચાર હતો.

સ્વામીજીએ હિમાલયમાં અદ્વૈત આશ્રમ સ્થાપેલો છે. ત્યાં સ્વામીજીના પૌવાર્ત્ય અને પાશ્ચાત્ય શિષ્યો, પૌવાર્ત્ય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે; યોગ સાધે છે અને પુસ્તકો તથા માસિકદ્વારા ધાર્મિક જ્ઞાનનો ફેલાવો કરે છે. એ અદ્વૈત આશ્રમની સ્થાપના કરવામાં તન, મન અને ધનને અર્પણ કરનાર મી. સેવીઅર અને તેમનાં પત્ની હતાં. સ્વામીજીના સમાગમમાં આવ્યા પછી જાણે કે ગયા જન્મનો કંઇ સંબંધ હોય તેમ તેઓ સ્વામીજી પ્રત્યે ગાઢ પ્રીતિ ધરાવી રહ્યાં હતાં. મીસીસ સેવીઅર જોડે