પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૫
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ઘણા સંસ્કૃતના અભ્યાસીઓ જોયેલા છે અને તેમાંના કેટલાક વેદાન્ત તરફ ઘણીજ સહાનુભૂતિ દર્શાવે છે. તેમની અસાધારણ બુદ્ધિ અને વિદ્યોપાર્જન માટે લીધેલા અથાગ શ્રમને માટે મને ઘણું જ માન છે; પરંતુ પૉલ ડ્યુસન–જેમણે દેવસેન નામ ધારણ કરેલું છે તે અને મેક્સમુલર આ બે જણ તો ભારતવર્ષના અને હિંદુ તત્ત્વજ્ઞાનના અત્યંત ચુસ્ત મિત્રો છે. આ પંડિત સાથે થયેલી મુલાકાતને મારા જીવનની એક ધન્ય ઘડી સમજું છું.”

“હિંદના સુભાગ્યે યુરોપમાં હવે ઘણા સંસ્કૃતના અભ્યાસીઓ થવા લાગ્યા છે. તેઓ વિદ્વાન છે, પૂજ્ય છે અને હિંદ તરફ સહાનુભૂતિ દર્શાવે છે. જુના અને નવા વિદ્વાનોને જોડનાર સાંકળ તરીકે પંડિત મેક્સમુલર છે. અમે હિંદુઓ મેક્સમુલરના ઘણા આભારી છીએ. તેમણે કેવું મહત્‌ કાર્ય કરેલું છે ? તે એકલા હતા, તેમને કોઈએ મદદ કરી નથી. તેમણે જાતેજ જુની હસ્તલિખિત પ્રતો વાંચેલી છે અને તેની પાછળ દિવસના દિવસ અને મહિનાના મહિના ગાળેલા છે. સાયણાચાર્યના શબ્દો અને વાક્યોનો અર્થ બેસાડવામાં તેમણે અથાગ શ્રમ લીધેલો છે, અને પરિણામે સર્વને માટે વેદાધ્યયનનો માર્ગ સરળ કરી મૂક્યો છે. અમારા બાપદાદાઓના સાહિત્યના રક્ષણ અને પ્રચારને માટે તેમણે જે કરેલું છે તેનો હજારમો ભાગ પણ અમારામાંનો કોઈ કરી શકે તેમ નથી. તેમણે જે કંઈ કરેલું છે તે ઘણું પ્રેમ અને પૂજ્યભાવથી પ્રેરાઈને કરેલું છે.”

“આ પ્રમાણે મેક્સમુલર સંસ્કૃત વિદ્યાનો એક જુનો રક્ષક છે અને પૉલ ડ્યુસન તેનો નવો પ્રચારક છે. ડ્યુસનને એક તત્ત્વવેત્તા જેવું શિક્ષણ મળ્યું હતું. પ્રાચીન ગ્રીસના તત્ત્વજ્ઞાનમાં તે પ્રવીણ હોવાથી ઉપનિષદોનાં અગાધ સત્યોમાં તે ઉંડી ડૂબકી મારી શક્યા હતા અને એ સત્યો તેમને આનંદ, શાંતિ અને સંતોષ આપનારાં