પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


કરવામાં વેદાન્તનો આશ્રય લીધા વગર ચાલે તેમ નથી, એમ સૌને સાબીત કરી આપ્યું. પાશ્ચાત્ય જીવનનાં આદર્શો ભૌતિક પદાર્થોમાંજ સમાઈ રહેલાં છે; પરંતુ મનુષ્યોનો આત્મા ઐહિક પદાર્થોથી પર જવાને ઇચ્છે છે. ઐહિક પદાર્થોથી તેને સંતોષ થનાર નથી, તેની લાગણીઓ અને દિવ્ય વાસનાઓને તૃપ્ત કરનાર તો માત્ર વેદાન્તનો જ્ઞાનમાર્ગ જ છે, એમ તેમણે સિદ્ધ કરી બતાવ્યું. રાગદ્વેષ–અહંતા–મમતાથી રહિત થયેલાં મનુષ્યો જ જગતને ઉપકારક હોઈ શકે; તેમનાંજ કાર્યો ઉચ્ચ અને દિવ્ય બની શકે; તેમનાથીજ સંસારને સ્થાયી અને સંગીત લાભ પહોંચી શકે; અને જે પણ સુધારો કે શિક્ષણ એવાં મનુષ્યોને ઉત્પન્ન કરી શકતો નથી તે નકામો છે. વખતે ક્ષણીક લાભ તેનાથી થશે, પણ અંતે તો તેનાથી હાનિજ છે. એમ સૌની ખાત્રી સ્વામીજીએ કરી આપી. સ્વામીજીનું કહેવું કેટલે અંશે ખરૂં હતું ? એ મહાન વિચારકે પહેલેથીજ પાશ્ચાત્યોને સમજાવ્યું હતું કે તેમની સંસ્કૃતિ એક ભારે વિગ્રહના રૂપમાં પરિણમશે. સ્વામીજીનું તે કથન પુરેપુરૂં સત્ય હતું; એમ યુય્રોપમાં થયેલી ભારે લઢાઈએ સ્પષ્ટ દર્શાવી આપ્યું છે.

લંડનમાં પ્રોફેસર ડ્યુસન વારંવાર સ્વામીજીને મળવાને આવતા. બંને વેદાન્તીઓ વચ્ચે હિંદુ તત્વજ્ઞાન વિષે ભારે ચર્ચા ચાલતી. સ્વામીજી તેમને વેદાન્તના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સિદ્ધાંતો સમજાવતા અને ડ્યુસનના જ્ઞાનમાં તેથી વધારો થતો. વેદાન્તનાં તત્ત્વો ગૂઢ હોઈ પાશ્ચાત્યોને તે ઝટ લઈ સમજાય તેવાં નથી; કેમકે પાશ્ચાત્યો માત્ર બુદ્ધિબળથીજ તેને સમજવાને મથે છે, પણ તેમાં અનુભવની પણ ખાસ જરૂર છે, એમ સ્વામીજી તેમને કહેતા અને પ્રોફેસર તેમનું કહેવું અક્ષરશઃ કબુલ કરતા. જેમ જેમ પ્રોફેસર વિવેકાનંદના સમાગમમાં