પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


“લંડનમાં તે દિવસ રવિવારનો હતો. સઘળી દુકાનો બંધ રાખવામાં આવી હતી. સર્વ વ્યાપાર બંધ રાખવામાં આવ્યો હતો. શહેરના મહોલ્લાઓમાં થોડીકવારને માટે ગાડી, ઘોડા કે ગાડાનો અવાજ પણ સંભળાતો નહોતો. લંડનના રહેવાસીઓ રવિવારનો પોશાક પહેરીને ગંભીરતાથી દેવાલયમાં જતા જણાતા હતા. તેજ દિવસે ત્રીજા પહોરે સ્વામીજીના શિષ્યો અને મિત્રો તેમને છેવટનું માન આપવાના હતા. તેમનું આગમન તેમને મન અત્યંત શ્રેયસ્કર થઈ રહ્યું હતું. સભાના હૉલનો એક ભાગ કારિગરોના ઉપયોગને માટે અલગ રાખવામાં આવ્યો હતો. ત્યાં જુદાં જુદાં ચિત્રો દિવાલો ઉપર દૃશ્યમાન થતાં હતાં. એક ઉચ્ચ પીઠિકા ત્યાં બનાવવામાં આવી હતી. પુષ્પ, લતા, પત્રાદિથી તેને અલંકૃત કરવામાં આવી હતી. તે પીઠિકા ઉપર ઉભા રહીને સ્વામીજી લંડનના લોકોને છેવટનો બોધ આપવાના હતા. દરેક જાતનાં અને ભિન્ન ભિન્ન દરજ્જાનાં સ્ત્રી પુરૂષો ત્યાં એકઠાં થયાં હતાં. સઘળાંના હૃદયમાં એકજ ઈચ્છા ઉત્પન થઇ રહી હતી. સ્વામીજીનાં દર્શન કરવાની, તેમનો બોધ સાંભળવાની અને બને તો નીચા નમીને તેમના વસ્ત્રને સ્પર્શ કરવાની ઉત્કટ જીજ્ઞાસા સર્વેના મનમાં તરી રહી હતી.”

“પીઠિકા ઉપર ગવૈયાઓ અને વાદ્યોના મધુર સ્વરો એક પછી એક થોડે થોડે અંતરે સંભળાતા હતા. લંડનમાં સ્વામીજી જે મહદ્‌ યશ અને પ્રીતિ પ્રાપ્ત કરી રહ્યા હતા તેનો ખ્યાલ આપવાને ઘણાં સ્ત્રી પુરૂષોએ ભાષણો આપ્યાં. ભાષણકર્ત્તાઓનાં વચનોને અનુમોદન આપવાને વચ્ચે વચ્ચે તાળીઓના અવાજો સંભળાતા હતા. ઘણા બોલ્યા ચાલ્યા વગર ગુપચુપ બેસી રહ્યા હતા. તેમનાં હૃદયો દિલગીરીથી ભરપુર થઈ રહ્યાં હતાં. કેટલાંક સ્ત્રી પુરૂષો અશ્રુપાત પણ કરતાં હતાં. હૉલની બહાર સઘળું નિસ્તેજ દેખાતું હતું. હૉલની અંદર