પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૭
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પોતાના સ્વદેશી ભાઈ વિવેકાનંદને લંડનમાં ભારે માન મેળવી રહેલા જોઈને તેમણે ભારતવાસીઓને નીચે પ્રમાણે પત્ર લખ્યો હતો;–

“સ્વામી વિવેકાનંદ ઈંગ્લાંડમાં જે ભાષણો આપી રહેલા છે તેનાથી કોઈ ભારે ફળ નીપજ્યું હોય એમ કેટલાક ભારતવાસીઓ ધારતા નથી અને તેઓ એમજ માને છે કે સ્વામીજીના મિત્રો તેમના કાર્યનું અતિશયોક્તિથી વર્ણન કરે છે; પણ એ તેમની મોટી ભૂલ છે. લંડનમાં આવીને મેં જોયું છે કે સ્વામીજી સર્વત્ર ઘણી ભારે અસર ઉપજાવી રહેલા છે. સ્વામી વિવેકાનંદ તરફ પૂજ્યભાવ દર્શાવતા હોય અને તેમના ઉપર અત્યંત પ્રીતિ રાખતા હોય એવા ઘણા મનુષ્યોને હું ઈંગ્લાંડમાં મળ્યો છું. જો કે હું તેમના પંથનો નથી અને વખતે તેમનાથી કઈ વાતમાં ભિન્ન મત પણ ધરાવતો હોઈશ; પણ મારે અહીંઆં કહેવું જ જોઈએ કે વિવેકાનંદે ઘણાં મનુષ્યોની આંખો ઉઘાડી નાંખી છે અને તેમનાં હૃદયને વિશાળ કરી મુકેલાં છે. હિંદુઓના પ્રાચીન ગ્રંથોમાં સુંદર આધ્યાત્મિક સત્યો ભરેલાં છે એમ ઘણા માણસો હવે દૃઢ પણે માનવા લાગ્યા છે. તે એટલુંજ કરી શક્યા છે તેમ નથી; પણ ઈંગ્લાંડ અને હિંદુસ્તાન વચ્ચે ગાઢ સંબંધ તે બાંધી રહેલા છે. તેમનું કાર્ય કેટલું વિશાળ થઈ રહેલું છે અને તેની અસર લોકો ઉપર કેવી ઉંડી થઇ રહેલી છે તે નીચેના બનાવ ઉપરથી તમને સમજાશે.”

“ગઈ કાલે સાંજે લંડનના દક્ષિણ ભાગમાં મારા એક મિત્રને મળવાને માટે હું જતો હતો. રસ્તામાં હું ભુલો પડ્યો અને હવે ક્યાં જવું તેનો વિચાર કરતો એક ખુણે ઉભો હતો. એટલામાં એક સભ્ય સ્ત્રી એક છોકરાને લઈને ત્યાં આવી. મને રસ્તો બતાવવો એવો તેનો વિચાર હતો. તે બોલી : “સાહેબ, તમારે ક્યાં જવું તે તમે શોધી રહેલા છો ? હું તમને રસ્તો બતાવું ?” તેણે મને રસ્તો બતાવ્યો અને બોલી: “કેટલાંક વર્તમાનપત્રો ઉપરથી હું જાણું છું કે તમે લંડનમાં