પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


કરવા લાગ્યા. ઘણા પાદરીઓ કરે છે તેમ પોતાની ધર્માંધતા તેઓ દર્શાવવા લાગ્યા; પરંતુ સ્વામીજી સાદા શબ્દોમાં જ તેમને જવાબ આપતા હતા. આમ છતાં જ્યારે વાદવિવાદમાં તેઓ હારી ગયા ત્યારે તેમનું વર્તન અસભ્ય બની રહ્યું. હિંદુઓની અને હિંદુ ધર્મની તેઓ નિંદા કરવા મંડી પડ્યા. તેમની અસભ્યતા એટલી બધી વધી ગઈ કે સ્વામીજીથી હવે વધારે વાર તે સહન થઈ શકી નહિ. તેઓ એકદમ ઉભા થઈને એક મિશનરીની પાસે ગયા અને તેના ગળાનો કૉલર પકડીને જરા કરડી નજરથી બોલ્યા કે, “જો તમે તમારી હલકટ ગાળો અને જુઠી નિંદા હવે વધુ ચલાવશો તો તમને દરિયામાંજ ફેંકી દઈશ !” સ્વામીજીનો કરડો દેખાવ જોઈને પેલો મિશનરી થર થર ધ્રુજવા લાગ્યો અને કહેવા લાગ્યો કે; “સાહેબ, મને જવા દ્યો; હું ફરીથી એવું કરીશ નહિ.” તે દિવસથી પેલો મિશનરી સ્વામીજી તરફ માનની લાગણીથી જોવા લાગ્યો અને માયાળુતાથી પોતાના સભ્ય વર્તનનો બદલો વાળવા લાગ્યો.

કલકત્તામાં એક શિષ્ય જોડે વાત કરતાં સ્વામીજી બોલ્યા હતા કે “હિંદમાં સઘળાં કાર્યોનું કેન્દ્રસ્થાન ધર્મજ હોવો જોઈએ, હિંદમાં જે વીરતાના જુસ્સાની જરૂર છે તે પણ ધર્મભાવનાની જાગૃતિ વગર આવવો અશક્ય છે.” સ્વધર્મ પ્રત્યે મનુષ્યનો ભાવ કેવો જોઈએ તે સમજાવતાં તે બોલ્યા હતા કે, “મારા વ્હાલા શિષ્યો ! કોઈ મનુષ્ય તમારી માનું અપમાન કરે તો તમે શું કરો ?” શિષ્યે જવાબ આપ્યો “બાપજી, હું તેને પકડું અને શિક્ષા કરૂં.” સ્વામીજીએ કહ્યું કે “એજ પ્રમાણે જો તમારા હૃદયમાં સ્વધર્મને માટે સાચી લાગણી હોય તો તમે એકે હિંદુને ખ્રિસ્તી થવા દ્યો નહિ. પણ તમારા દેશમાં તો તે હમેશાં ચાલુ છે ! તમે તે તરફ બેદરકારજ છો ! ભાઈ, તમારો ધર્મ ક્યાં રહ્યો છે ! ક્યાં છે