પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

स्वामी विवेकानंद

भाग ९ मो.

સવિસ્તર જીવનચરિત્ર.

પ્રકરણ ૧ લું – કુલ વૃત્તાંત.

આ સ્વદેશભક્ત મહાન સંન્યાસીનો જન્મ કલકત્તાના એક જુના અને વિખ્યાતિને પામેલા દત્ત નામના કાયસ્થ કુટુંબમાં થયો હતો. તેમનું કટુંબ કલકત્તામાં આવેલા સીમલા નામના પરામાં રહેતું હતું અને તેથી તે કુટુંબ સીમલાનું દત્તકુટુંબ એ નામે ઓળખાતું હતું. સીમલામાં આવેલું તેમનું જૂનું ઘર હજી પણ હયાત છે અને ભારતવર્ષના અર્વાચીન સમયના એક મહાન સંન્યાસી કે જેમણે બંગાળીઓના અને બીજાઓના પાશ્ચાત્ય વિચારના પ્રવાહને અન્યદિશામાં વહેતો કર્યો તેમના જન્મસ્થાન તરીકે તે લોકોમાં પ્રસિદ્ધ છે. આ કુટુંબ એક વખતે ઘણું જ પૈસાદાર હતું; પણ તેના પાછલા દિવસોમાં તે પૈસાની તાણને લીધે એક મધ્યમ વર્ગનું કુટુંબ થઈ રહ્યું હતું. સંન્યાસવૃત્તિ આ કુટુંબમાં પરાપૂર્વથી ચાલી આવતી હતી. સ્વામીજીના દાદા કે