પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૩
કોલંબોમાં આવકાર.


સ્વામીજી આધ્યાત્મિકતાની તેજસ્વી મૂર્તિ હતા. તેમની શાંત પણ પ્રબળ પ્રભા સર્વે ઉપર પ્રસરી રહેતી હતી. સ્વામીજી અને સામાન્ય વર્ગનાં મનુષ્યો વચ્ચે રસભર્યો વાર્તાલાપ ચાલી રહેતો. સ્વામીજી જેવા એક જગદ્‌ગુરૂ અને એક ગરિબ વૃદ્ધ સ્ત્રી વચ્ચે થયેલો વાર્તાલાપ અહીંઆં આપવો આવશ્યક છે; કારણ કે હિંદમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી રહેલા ગુરૂનું વર્તન ગરિબમાં ગરિબ મનુષ્ય તરફ પણ કેવા પ્રકારનું હોય છે તેનો ચિતાર તે આપે છે.

એક વૃદ્ધ સ્ત્રી સ્વામીજીનાં દર્શન કરવાને આવી. કેટલાક ધાર્મિક પ્રશ્નોના ખુલાસા મેળવવા એવો પણ તેનો વિચાર હતો. તે પોતાનું જીવન ધર્મ અને પવિત્રતામાં ગાળવાને ઈચ્છતી હતી. સ્વામીજીએ તેને ભગવદ્‌ગીતા વાંચવાનું કહ્યું અને તેના મનમાં દૃઢ ઠસાવ્યું કે ગૃહકાર્ય કરવામાં અને સંસારમાં પોતાનું કર્તવ્ય બરાબર બજાવવામાંજ ખરો ધર્મ સમાઈ રહેલો છે. તે વૃદ્ધ સ્ત્રીએ જવાબ આપ્યો. તેના જવાબમાં ઘણો અર્થ સમાયલો હતો. તેણે કહ્યું કે “હું તે વાંચીશ, પણ વાંચું અને સમજું નહિ તો પછી એ વાંચ્યાનો અર્થ શો !” તે વૃદ્ધ સ્ત્રીનો જવાબ સુચવતો હતો કે ધર્મ માત્ર પુસ્તક વાંચવામાંજ સમાઈ રહેલો નથી, પણ ધર્મના સિદ્ધાંતો સમજી તે પ્રમાણે વર્તન કરવામાંજ રહેલો છે. વળી તે દર્શાવતો હતો કે હિંદમાં ગરિબમાં ગરિબ મનુષ્યના અંતઃકરણમાં પણ ઉંડી ધાર્મિક લાગણીઓએ વાસ કરેલો હોય છે. તે ગમે તેવા પ્રતિકુળ સંજોગોમાં મુકાયા હોય કે દારિદ્ર્‌યમાં સડતો હોય, છતાં તે પોતાની ધાર્મિક ભાવનાઓને ત્યજતો નથી. અન્ય પ્રદેશમાં જેમ થાય છે તેમ હિંદમાં ધર્માચરણ દ્રવ્ય કે સત્તા ઉપર અવલંબીને રહેતું નથી. ઉપર ઉપરથી જોતાં ભારતવર્ષની પ્રજા અણકેળવાયલી ભાસે છે, પણ તેના હૃદયમાં ઉંડી ધાર્મિક લાગણીઓ રહેલી છે. હિંદુઓની દૃષ્ટિમાં ઉત્તમ મનોનિગ્રહ