પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ભાન કરાવે છે. સ્વામીજીએ ફરીને તે સઘળું જોયું.

રામેશ્વર મહાદેવ જેવા પ્રખ્યાત અને અત્યંત પવિત્ર શિવાલયની પવિત્ર ભૂમિ ઉપર ઉભા રહીને સ્વામીજીએ “તીર્થ” અને “પૂજા” એ વિષયો ઉપર એક સુંદર વ્યાખ્યાન આપ્યું. સ્વામીજીએ કહ્યું કે, “ધર્મ માત્ર ધાર્મિક ક્રિયામાં સમાઈ રહેલો નથી, પણ તે પ્રેમમાં રહેલો છે. હૃદયમાં અંતઃકરણપૂર્વક ધારણ કરેલા શુદ્ધ પ્રેમમાં તે વસેલો છે. બાહ્ય પૂજા તો માત્ર આંતર પૂજાનું એક બાહ્ય ચિન્હજ છે. આંતર ભક્તિ અને પવિત્રતા એજ ખરી સત્ય વસ્તુઓ છે. ગરિબ, નિર્બળ અને રોગી મનુષ્યોને શિવ સ્વરૂપ ધારી તેમની સેવા કરનાર પુરૂષજ ખરો શિવનો ભક્ત છે. માત્ર મૂર્તિનેજ શિવ તરીકે ભજનાર મનુષ્ય ભક્તિની શરૂઆત જ કરે છે. જે મનુષ્ય ફક્ત દેવાલયોમાંજ શિવને જુવે છે તેના ઉપર શિવજી અધિક પ્રસન્ન થતા નથી; પણ ન્યાત, જાત કે ધર્મનો ભેદ રાખ્યા વગર એક પણ ગરિબ મનુષ્યને જે સહાય કરે છે તેની ઉપર શિવજી અત્યંત પ્રસન્ન થાય છે.”

સ્વામીજીનું ભાષણ સાંભળીને રામનદના રાજા અત્યંત પ્રસન્ન થયા. બીજે દિવસે તેમણે હજારો ગરિબોને અન્ન વસ્ત્રાદિ આપ્યાં એ પછી પણ તેમણે એ ક્રમ જારી રાખ્યો. પશ્ચિમમાં અપૂર્વ ફતેહ મેળવીને સ્વામીજી પોતાની માતૃભૂમિમાં પાછા આવ્યા. તેની યાદગીરીમાં હિંદના કિનારા ઉપર જે સ્થળે તેમણે પોતાનાં પવિત્ર ચરણકમળ પ્રથમ મુક્યાં તે સ્થળે રાજાએ એક કીર્તિસ્તંભ ઉભો કર્યો. તે કીર્તિસ્તંભ ઉપર નીચેના શબ્દો લખેલા છે :—

सत्यमेव जयते ।” રામનદના રાજા ભાસ્કર સેતુપતિએ આ કીર્તિસ્તંભ ઉભો કરેલો છે. પશ્ચિમમાં પરમપૂજ્ય સ્વામી વિવેકાનંદ વેદાન્તનો બોધ કરીને, મહત્ કીર્તિ અને જય મેળવીને પોતાના પાશ્ચાત્ય શિષ્યો સાથે હિંદમાં પાછા ફર્યા, ત્યારે આ સ્થળેજ તેમનાં