પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


તેનામાં પુરૂષાર્થ છે, તેનામાં શ્રદ્ધા છે, તેનામાં સામર્થ્ય છે, તે સ્વાવલંબી છે. પરદેશીઓનું અનુકરણ કરનાર નવા વિચારનો મનુષ્ય સત્વહીન છે, અહીંથી તહીંથી એકઠા કરેલા વિચારોએ તેનામાં વાસ કરેલો છે; તેના વિચારોમાં એકતા, જાતીયતા તેમજ પરસ્પર સંબંધ નથી. નવા વિચારનો હિંદુ સ્વાવલંબી નથી. તેનું મગજ રાત દિવસ એક વિષયમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં ભમ્યા કરે છે અને કાર્યમાં પ્રેરનાર ઉત્સાહ તો તેનામાં છેજ નહિ.”

બીજે દિવસે સ્વામીજીને તામીલ અને સંસ્કૃત ભાષાઓમાં માનપત્ર આપવામાં આવ્યાં. સ્વામીજીએ તેમના યોગ્ય શબ્દોમાં જવાબ આપ્યા. રામનદના રાજાને તેમણે “રાજર્ષિ” કહીને સંબોધ્યા. ત્યાંથી સ્વામીજી પરમકુડી ગયા. ત્યાં તેમને આપેલા માનપત્રના જવાબમાં સ્વામીજીએ કહ્યું કે; દરેક સમાજનું બંધારણ બેમાંની એક વસ્તુ ઉપર મુખ્ય આધાર રાખતું હોય છે. ગમે તો તે આધ્યાત્મિક વિચારો ઉપર બંધાયલું હોય અથવા તો તે ભૌતિક વિચારો ઉપર બંધાયલું હોય, પણ આધ્યાત્મિક વિચારોજ માનવ જીવનને વાસ્તવ સુખ અને શાશ્વતપણું આપી શકે છે. મનમદુરામાં પણ સ્વામીજીને માનપત્ર આપવામાં આવ્યું. તેમાં દર્શાવ્યું હતું કે ભારતવર્ષમાં ખ્રિસ્તીઓ અને મુસલમાનોની સંખ્યા વધતી જાય છે. સ્વામીજીએ તેનો જવાબ આપતાં જણાવ્યું કે તેમાં હિંદુઓનોજ દોષ રહેલો છે; કારણ કે હિંદુઓ ગરિબ અને સામાન્ય વર્ગોને ધાર્મિક તેમજ વ્યવહારિક કેળવણી આપવાનું ભૂલી ગયા છે. સ્વામીજીએ ભાર દઈને કહ્યું કે તમે વૃદ્ધ પંડિતો પાણી જમણે હાથે પીવું કે ડાબે હાથે પીવું ? એવા નજીવા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આખો જન્મારો ગાળી નાંખોછો; તેના કરતાં સામાન્ય વર્ગોને કેળવણી આપવામાં સમય વ્યતીત કરો તો કેવું સારૂં ! સમજુ અને ધનવાન વર્ગોએ પોતાનાથી નીચલા વર્ગો તરફ બેકાળજી