પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કુલ વૃત્તાંત.


સહેવામાં પોતાને પુણ્યશાલી માનીને, સંસારમાં પતિનું રટણ કરતી પોતાના દિવસો હિમ્મતથી, શાંતિથી અને ઉચ્ચ ભાવનાઓમાં ગાળે છે !

દુર્ગાચરણની સાધ્વી સ્ત્રી પણ એજ પ્રમાણે મનથી સંસારને ત્યજી દઇને વધારેને વધારે ભક્તિપરાયણ થવા લાગી !

દુર્ગાચરણ વકીલાતનો ધંધો કરતા હતા અને તેમાં તેમણે ઘણા પૈસા મેળવ્યા હતા. આથી કરીને તેમનો સંન્યાસ વિચારપૂર્વક અને અત્યંત ભક્તિભાવને લીધે હતો. સમૃદ્ધિવાનનો ત્યાગ, એજ ખરો ત્યાગ છે. પુર્વ અને પશ્ચિમના સાધુઓ આવા સંન્યાસતેજ માનનીય ગણે છે.

હિંદમાં અનેક પવિત્ર સ્થળો છે ! ભગવાન બુદ્ધે જ્યાં સત્યનું દર્શન કર્યું તે બુદ્ધગયા, શ્રીકૃષ્ણની બાલક્રિડાઓ અને ગોપીઓના રાસનું સ્થાન વૃંદાવન, ગુરૂનાનક દેવનું સ્થાન અમૃતસર, અનેક ઋષીમુનીઓની તપોભૂમિરૂપ નાશીક ત્રંબક, હિમાલયના દ્વારરૂપ હરદ્વાર અને હૃષીકેશ, નર્મદા કિનારે આવેલું વ્યાસ નામનું મનોહર સ્થાન, શ્રીશંકરાચાર્યે સ્થાપેલાં વિદ્યાપીઠનાં ચાર મુખ્ય ધામ, તુકારામ મહારાજનું પંઢરપૂર, જ્ઞાનેશ્વર મહારાજનું આલંદી, ગૌરાંગ પ્રભુનું નુદીયા, વિદ્યાનું ધામ કાશીપુરી ઇ. સ્થળો કે જે અત્યારે પણ પ્રાચીનકાળના આર્યગૌરવના ભણકાર યાત્રીઓના હૃદયમાં જગાડ્યા કરે છે. આવાં આવાં અનેક પવિત્ર સ્થળો સંન્યાસીને પ્રિય હોય છે. અને અહાહા ! તે સ્થળોનો એકાંતવાસ ! ત્યાં પ્રસરી રહેલી શાંતિ ! સૃષ્ટિ સૌંદર્ય ! અને તે સૌંદર્ય શાંતિવાળી, પવિત્ર જળવાયુ વાળી અને અનેક ઋષીમુનિઓની પદરજથી પવિત્ર થએલી ભૂમિપર શાંતિમાં રહી પરમાત્માના વિચારમાં જોડાવું ! તેનું જ ધ્યાન, તેના પદને પામેલાજીવન - મુક્તોનો અને પામવા મથી રહેલા જીજ્ઞાસુઓનો સત્સંગ, પરમાત્માનુંજ મનન, તેનુંજ નિદિધ્યાસન ! આ સઘળું જે ભાસે છે તે ઈશ્વરજ