પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૯
મદ્રાસમાં અપૂર્વ માન.


છીએ કે આ બનાવ ઉછળતી પ્રજાના હૃદયમાં સદાએ જાગૃત રહેશે.”

ઉપર પ્રમાણે સ્વામીજી કોલંબોથી મદ્રાસ સુધીમાં માન મેળવી રહ્યા હતા, પણ એતો માત્ર શરૂઆતજ હતી. જેમ ખુશાલીમાં દૂરથી કરાયલો તોપનો અવાજ–ધ્વનિ સર્વત્ર ફેલાઈ જાય છે અને તેમાંથી પાછો પ્રતિધ્વનિ નીકળી સઘળાં સ્થળોમાં પ્રસરી રહે છે તેમ સ્વામીજીના આગમનથી લોકોની ખુશાલી અને ઉત્સાહ જેમ જેમ તે હિંદુસ્તાનમાં આગળ વધતા ગયા તેમ તેમ વધારેને વધારે વધતો ગયો અને તેનો ધ્વનિ–પ્રતિધ્વનિ સિલોનથી હિમાલય સુધી વ્યાપી રહ્યો; અને ભારતવર્ષની જાગૃતિનાં શુભ ચિન્હ તેમાં સર્વને જણાઈ રહ્યાં.

મદ્રાસમાં સ્વામીજી જે નવ દિવસ રહ્યા તે દિવસો મદ્રાસના લોકોને મન “નવરાત્રિના દિવસો જેવાજ હતા. મદ્રાસીઓનો ઘણો ઉત્સાહ જોઈ સ્વામીજીને પણ નવો ઉત્સાહ આવ્યો હતો અને પોતાનાં ભાષણોમાં તેમણે હિંદુઓની જવાબદારી, પૌર્વાત્ય અને પાશ્ચાત્ય આદર્શો તેમજ વેદાન્તની આવશ્યકતા ઘણી સુંદર રીતે પ્રતિપાદન કરી હતી. સ્વામીજીની અનુપમ વક્તૃત્વશકિત અને વિષયને પ્રતિપાદન કરવાની મોહક કળા જોઈને મદ્રાસના પ્રખ્યાત “હિંદુ” પત્રે લખ્યું હતું કે:—

“સ્વામીજી જેવી અદ્‌ભુત વક્તૃત્વ શકિતવાળો વક્તા મદ્રાસના વૃદ્ધમાં વૃદ્ધ મનુષ્યના પણ જોવામાં આવ્યો નથી.”

સ્વામીજીનું પહેલું ભાષણ જ “મારા કાર્યની યોજના” ઉપર થયું હતું. સ્વામીજીએ કહ્યું કે; “મેં અમેરિકામાં જોયું છે કે ત્યાં સામાજીક જીવન ઉપર ધર્મની વ્યવહારિક અસર કેવી થશે તે વાત પ્રથમ સમજાવ્યા વગર ધર્મનો બોધ હું કરી શકતો નહોતો. વેદાન્તથી રાજકીય વિષયોમાં કેવા અદ્ભુત ફેરફારો થઈ રહેશે એ સમજાવ્યા