પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


શાસ્ત્રો તરીકે જે મોક્ષનો માર્ગ તે દર્શાવી રહેલાં છે તે અદ્ભુત છે. વિશ્વમાં વ્યાપી રહેલી ભવ્યતાનો તે અલૌકિક ચિતાર આપી રહેલાં છે. તેમની ભાષા ચમત્કારિક છે. ઉપનિષદોના સાહિત્યમાં હિંદુ પ્રજાની વિશાળ આંતરદૃષ્ટિનું આપણને દર્શન થાય છે. ઉપનિષદોમાંથી આપણને શો બોધ મળે છે ? તેમના વાંચનથી શી ફળપ્રાપ્તિ આપણને થાય છે ? સ્વામીજી એ વિષે છાતી ઠોકીને કહેતા હતા કે “ઉપનિષદોના વાંચનથી મારામાં અખૂટ સામર્થ્ય આવેલું છે; કારણ કે “અભય” ( નિડરતા ) એ શબ્દ ઉપર માત્ર ઉપનિષદોમાંજ પુરતો ભાર મૂકાયો છે. સામર્થ્યનો ધ્વનિ પણ તેના દરેક પૃષ્ઠમાં નીકળી રહ્યો છે. તે કહે છે કે ઓ મનુષ્ય ! નિર્બળ બનીશ નહિ. સામર્થ્ય, સામર્થ્ય અને સામર્થ્યનીજ આપણાં ઉપનિષદો મોટી ખાણ છે. આખા જગતને બળવાન બનાવી મૂકે એવું અદ્ભુત સામર્થ્ય તેમાં રહેલું છે. તેમનાથી અખિલ વિશ્વ ઉત્સાહમય, સુદૃઢ અને શક્તિવાન થઈ શકે તેમ છે. વિશ્વની સઘળી પ્રજાઓમાં, સઘળા પંથોમાં અને સઘળી જાતિઓમાં જે કોઈ નિર્બળ હશે, દુઃખી હશે, બીજાની સત્તા તળે ચગદાઈ જતા હશે, તે સર્વેને તે રણવાદ્યના અવાજથી સ્વાવલંબી અને સ્વતંત્ર થવાનો બોધ કરશે. સ્વાતંત્ર્ય–શારીરિક સ્વાતંત્ર્ય, માનસિક સ્વાતંત્ર્ય, આધ્યાત્મિક સ્વાતંત્ર્ય, એજ ઉપનિષદોનો મહામંત્ર છે.”

સ્વામીજીનું કહેવું યથાર્થજ હતું. ઉપનિષદોના અનુસરણથી જ આર્યપ્રજા એકવાર ઉત્સાહી અને સામર્થ્યવાન બની રહી હતી. ઉપનિષદોનો સમય જનક જેવા રાજાઓથી વિભૂષિત હતો, વશિષ્ઠ જેવા વિદ્વાન ઋષિઓ અને ગાર્ગી જેવી પંડિતાઓથી તે અલંકૃત હતો. તે સમયમાં સર્વત્ર બળ અને ઉત્સાહ વ્યાપી રહેલાં હતાં; અને આર્યપ્રજા ધન ધાન્યાદિથી સંતુષ્ટ થઈ પોતાનો સમય અધ્યાત્મચિંતન