પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૯
કલકત્તામાં આગમન.


પરમહંસને તેમણે એક અવતારી અને આદર્શ પુરૂષ તરીકે રજુ કર્યા હતા. સર્વેને તેમણે સમજાવ્યું હતું કે તેમનો જન્મ હિંદુ ધર્મ અને ભારતવર્ષના પુનરોદ્ધાર માટેજ હતો. તેમનો જવાબ હિંદુઓના ચારિત્ર્યમાં ગુપ્તપણે પડી રહેલી શક્તિઓ તરફ સર્વેનું લક્ષ્ય ખેંચી રહ્યો હતો. ખરેખર ! સ્વામી વિવેકાનંદેજ હિંદની હિંદુ પ્રજાને તેની આત્મશક્તિનું ખરેખરૂં ભાન કરાવ્યું હતું.

તેમનો જવાબ ઘણોજ હૃદયભેદક હતો. તેમાં તેમણે ભારતવર્ષ પ્રત્યે અગાધ પ્રીતિ દર્શાવવા સાથે અતિથિનો સત્કાર કરનારી માયાળુ અમેરિકન પ્રજાનાં વખાણ કર્યા હતાં. દ્રવ્ય, સત્તા અને બુદ્ધિબળથી ગર્વિષ્ટ બની ગયેલા અંગ્રેજ લોકોનાં હૃદયમાં પણ સત્ય અને જ્ઞાનને માટે ઉંડી લાગણી વસી રહેલી છે; તેથીજ લંડનમાં તેમનું કાર્ય વધારે સફળ બન્યું હતું એમ તેમણે દર્શાવ્યું હતું. ભાષણ દરમ્યાન પોતાના ગુરૂ શ્રીરામકૃષ્ણ પરમહંસનું નામ ઉચ્ચારતાં સ્વામીજીનું હૃદય ભરાઈ આવ્યું હતું. શ્રીરામકૃષ્ણ પરમહંસના ધર્મમય જીવનને સર્વેએ પોતાના આદર્શ તરિકે ગ્રહણ કરવું અને ભારતવર્ષને ધાર્મિક નેતાઓનીજ ખરી જરૂર છે એમ તેમણે ઉપદેશ્યું હતું. પોતાના કાર્ય વિષે બોલતાં સ્વામીજીએ કહ્યું હતું કે; “અખિલ વિશ્વ ઉપર ભારતવર્ષે જય મેળવવાનો છે. મારો આદર્શ એજ છે. એ આદર્શ વધારે પડતો લાગી સર્વેને આશ્ચર્ય ઉત્પન્ન થશે, પણ મારો આદર્શ તો તેજ છે. કાં તો આખા વિશ્વમાં આપણે જય પ્રાપ્ત કરવો જોઇએ અથવા તો નષ્ટ થઈ જવું જોઈએ. બીજો એકે રસ્તો નથી. હિંદની બહાર આપણે છૂટથી જવું જોઈએ અને પુષ્કળ વિકાસ કરવો જોઈએ. આપણામાં ચેતન રહેલું છે એમ કાંતો જગત આગળ આપણે સાબીત કરવું જોઇએ અને નહિ તો હજી પણ વધારે અધોગતિ પ્રાપ્ત કરીને દુનિયા ઉપરથી આપણે