પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


આવડતું તોપણ તે તરતજ કૂદીને તેની પાછળ પાણીમાં પડ્યાં ! છોકરો હાથમાં આવ્યો અને તેને તેમણે મજબૂત પકડી રાખ્યો; પણ તેમને તરતાં આવડતું નહિ હોવાથી બંને જણ ડૂબવા લાગ્યાં. હોડી ઉપરના માણસો બાવરા બની ગયા. માત્ર થોડા કાળા વાળજ પાણી ઉપર દેખાયા ! એક જણ કૂદીને અંદર પડ્યો. પાછળ બીજાએ ભૂસકો માર્યો અને મા દીકરાને બહુ મહેનતથી ખેંચી કહાડ્યાં ! બીજે દિવસે કાશી આવ્યું અને અહો ! વિશ્વનાથની માતાનો હર્ષ ! વિશ્વેશ્વરના દેવાલયમાં તે ઘણા દિવસ સુધી ગયાં અને શિવના ભક્ત-તેમના પતિદુર્ગાચરણના ક્ષેમ કલ્યાણને માટે તીવ્ર આરાધના કરી. ઘણા સાધુઓનાં તેમને અહીં દર્શન થવા લાગ્યાં. સાધુઓનાં ટોળાં નિહાળતાં ત્યારે “વખતે તે–તેમના પતિ–તો આમાં નહિ હોય !” એમ વિચાર એમના મનમાં ઉદ્ભવતો. એક દિવસ ગંગાના ઘાટ ઉપર સ્નાન કરીને વિશ્વનાથના દેવાલય તરફ તે જતાં હતાં, એટલામાં એક સાધુને નિહાળી “એતો એજ ! એતો એજ !” એમ બોલતાં સ્તબ્ધ બની જઇને જમીન ઉપર પડ્યાં. તે સાધુએ બૂમ પાડી “व्हो माता गीर गई !” પરંતુ એટલામાંજ તેમણે બાઈને ઓળખી લીધાં અને “અરે ! માયા ! માયા ! એમ કહેતો સાધુ ચાલતો થયો ! એ પછી દુર્ગાચરણના સ્થાનનો પત્તો મેળવી તેમનાં પત્ની તે સ્થળે ગયાં અને સંન્યાસીના ધર્મનો વિચાર કરી તેઓ ગ્રંથ વિચારતા બેઠા હતા તેવે સમયે તે ન જુવે તેમ પતિનાં દર્શન એકવાર ફરીથી કરી, તેમનો દૃઢ વૈરાગ્ય જોઈ પરમ શાંતિને ભોગવતાં વિશ્વનાથને આરાધવા લાગ્યાં !

થોડા દિવસ પછી વિશ્વનાથ અને તેની માતા કલકત્તે પાછાં ગયાં. વિશ્વનાથ પોતાના ભવ્ય મકાનમાં મોટો થવા લાગ્યો.

બાર વર્ષની વય થવા અગાઉ વિશ્વનાથની માતા ગુજરી ગયાં હતાં. વિશ્વનાથે ઉમ્મર લાયક થયા પછી કાયદાનો અભ્યાસ કર્યો