પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પોતે આંટા ફેરા કરવા લાગ્યા અને મુખેથી ઉચ્ચારવા લાગ્યા કે “गुरुवत् गुरुपुत्रेषु ।” સ્વામીજીની સાદાઈ, નિરાભિમાન અને ગુરૂભક્તિનો આ ઉત્તમ દાખલો છે.

જુદા જુદા સ્વભાવનાં મનુષ્યો સ્વામીજીની પાસે આવતાં અને જુદા જુદા વિષયોનું નિરાકરણ કરી લેતાં. એકવાર એક મનુષ્યે સ્વામીજીને કહ્યું કે, જ્યાંસુધી મનુષ્ય પોતાની જાતને સૌથી હલકામાં હલકા ગણે નહિ ત્યાંસુધી ઉચ્ચ ધાર્મિકતાનો વાસ તેનામાં થઈ શકે નહિ એ વાત ખરી છે કે નહિ ? સ્વામીજી બોલી ઉઠ્યા: “આપણે આપણી જાતને એટલી બધી હલકી શા માટે ગણવી જોઈએ ? આપણે મહાજ્યોતિના પુત્રો છીએ. અખિલ વિશ્વમાં જે મહાજ્યોતિ વ્યાપી રહેલો છે તેમાં આપણે રહીએ છીએ, વિચરીએ છીએ અને અસ્તિત્વ ધરાવીએ છીએ. એ સત્યને જો આપણે સમજ્યા હોઇએ તો પછી અજ્ઞાનાંધકારને લીધે જે કાંઈ દોષો આપણામાં હોય તે ધાતુ ઉપરથી મેલ ઘસી નાખીએ તેમ દૂર કરવા જોઈએ એ વાત ખરી છે; પણ આપણે મૂળેજ ખરાબ છીએ અને ખરાબમાં ખરાબ છીએ એવું ઉંધું તો નજ માની લેવું જોઈએ.

એક દિવસ એક ગૌરક્ષક મંડળીનો એક ઉપદેશક સ્વામીજીની પાસે આવીને ગૌરક્ષાના કામમાં પૈસાની મદદ માગવા લાગ્યો.

સ્વામીજીએ તેને પૂછ્યું કે મધ્ય હિંદુસ્તાનમાં ભયંકર દુકાળ ચાલી લાખો માણસ મરી રહ્યાં છે તેમને બચાવવાને તમારી મંડળી કાંઈ કરે છે ?

ઉપદેશક—એવી બાબતોમાં મદદ કરવી એ અમારું કામ નથી. ગૌમાતાઓનું રક્ષણ કરવું એજ અમારો હેતુ છે.

સ્વામીજી—પણ ભૂખથી મરી જતાં મનુષ્યોને મુઠીભર અનાજ આપીને બચાવવા એ જીવ દયાનું મોટું કામ છે અને એ તમારી ફરજ