પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

માટેજ મારામારી કરી મૂકે છે. તેઓ પતરાળાં પડીયામાંથી વાંકાચુંકાપણું શોધી કહાડીને તેને માટેજ એટલા બધા લડી મરે છે કે પતરાળામાં ખોરાક પીરસવાનું જ બને નહિ ને પીરસાયું હોય તો ખાવાનું બને નહિ. પશ્ચિમના પ્રદેશોમાં જતા પહેલાં પણ સ્વામીજી ઘણીવાર કહેતા હતા કે ઉચ્ચ વિચારો અને વ્યવહારિક જીવન વચ્ચે રહેલો સંબંધ સમજીને તે પ્રમાણે વર્તવાની તો તેઓ જરૂરજ જોતા નથી. ઘણા કાળથી ચાલતા આવતા જુના ચીલામાં તેઓ પોતાનું જીવન વહેવરાવ્યા કરે છે અને પોપટીયા તત્વજ્ઞાનની મિથ્યા કડાકુટમાં સંતોષ માને છે.

પ્રકરણ ૪૭ મું – રામકૃષ્ણ મિશનની સ્થાપના.

કલકત્તામાં સ્વામી વિવેકાનંદનું ચિત્ત અનેક બાબતોમાં પરોવાઈ રહ્યું હતું; છતાં દક્ષિણેશ્વરની પાસે આવેલા આલમબજાર મઠ તરફ તેમનું લક્ષ્ય વધારે હતું. ઘણા વરસના વિયોગ પછી સ્વામી વિવેકાનંદને–તેમના વ્હાલા નરેન્દ્રને–જોઇને મઠના સાધુઓની ખુશાલીનો પાર રહ્યો નહિ.

શ્રી રામકૃષ્ણ સાથે ગાળેલા દિવસો અને પરિવ્રાજક સાધુઓ તરિકે ગાળેલો સમય સર્વેને યાદ આવવા લાગ્યો. સ્વામીજી પાતાના ગુરૂભાઈઓ અને શ્રીરામકૃષ્ણના ભક્તોને પશ્ચિમની અનેક વાતો અને અનુભવો કહેવા લાગ્યા. ધીમે ધીમે સ્વામીજી તેમની દૃષ્ટિને ઘણી વિશાળ બનાવવા લાગ્યા. પોતાના પાશ્ચાત્ય શિષ્યોને તેમની સાથે મેળવવા લાગ્યા. પ્રથમ તો તેમના જુના વિચારના અને ધર્મચુસ્ત ગુરૂભાઈઓ તેઓને સહવાસ રાખવાની ના પાડવા લાગ્યા; પરંતુ ધીમે ધીમે તેમના મનનું સાંકડાપણું સ્વામીજીએ કહાડી નાંખ્યું અને