પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૧
રામકૃષ્ણ મિશનની સ્થાપના.


સર્વે ગુરૂભાઇઓ પાશ્ચાત્ય શિષ્યોને પણ પ્રભુનાં બાળકો, શ્રીરામકૃષ્ણના ભક્તો અને પોતાનાં સગાંવહાલાં તરિકે ગણવા લાગ્યા. સર્વે ગુરૂભાઇઓ મનમાં સમજવા લાગ્યા કે પાશ્ચાત્ય શિષ્યો માત્ર નામમાંજ પાશ્ચાત્યો છે, વિચારમાં અને આચારમાં તો તેઓ ખરેખરા હિંદુ–રે, બ્રાહ્મણ જેવાજ બની રહેલા છે !

સ્વામીજીની શારીરિક સ્થિતિ હવે બરાબર રહેતી નહિ, તેમને અત્યંત શ્રમ લેવો પડ્યો હતો. સ્વામીજી આરામ લેવાની ઈચ્છા કરતા હતા, પણ તેમનો પરોપકારી સ્વભાવ તેમને જરાયે જંપીને બેસવા દે તેમ નહોતું. દાક્તરોએ આરામ લેવાની સલાહ આપવાથી સ્વામીજીએ ભાષણો આપવાનાં બંધ કર્યાં, પણ મનમાં બે મોટા મઠ સ્થાપવાની યોજનાઓ ઘડવા માંડી. પોતાના અમેરિકન અને અંગ્રેજ શિષ્યોની સહાયથી સ્વામી વિવેકાનંદે બે મોટા ભવ્ય મઠોની સ્થાપના કરી. એક મઠ કલકત્તામાં આવેલો છે અને તે બેલુરમઠને નામે ઓળખાય છે. બીજો મઠ હિમાલયમાં છ હજાર ફીટ ઉંચા શિખર ઉપર બાંધવામાં આવેલો છે. તે માયાવતી અદ્વૈત આશ્રમ નામથી ઓળખાય છે. બંને મઠોની અંદર ન્યાત જાતના ભેદ વગર સર્વેને વેદાન્તનું શિક્ષણ આપવામાં આવે છે. એમાંના અદ્વૈત આશ્રમમાં મુખ્યત્વે કરીને અમેરિકન અને અંગ્રેજ શિષ્યો રહે છે.

આપણા જુના વિચારના સંન્યાસીઓ ગરિબ અને તવંગરને એકજ પ્રકારનો બોધ આપી રહેલા છે. બંનેને તેઓ જગતના મિથ્યાપણાનીજ વાતો કર્યા કરે છે. જેને ખાવાને અન્ન નથી તેને પણ બ્રહ્મ અને માયાનીજ વાતો સમજાવ્યા કરે છે. પણ જેના પેટમાં ખાડા પડેલા હોય તેને એવું બ્રહ્મજ્ઞાન રૂચેજ ક્યાંથી ? સ્વામી વિવેકાનંદ જેને અન્ન કે વસ્ત્રની જરૂર હોય તેને ત્યાગ ધર્મનો ઉપદેશ કરતા નહિ. તેઓ તેને તેની આર્થિક સ્થિતિ સુધારવાનો બોધ કરતા