પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અને કામિનીને વગર ઈચ્છ્યાં–તમારે છેદી નાખવી. આવી મળે તોપણ તેને ઝેર સમાન ગણીને તેનાથી દૂરજ રહેજો. જ્ઞાન અને ચારિત્રના ધન આગળ તેને અને રાજ્યપ્રાપ્તિને પણ તુચ્છજ જાણજો આ ઋષિવાક્ય સદા નજર સામે રાખ્યા કરજો કે अभिमानं सुरापानं गौरवं च रौरवं । प्रतिष्ठा सुकरी विष्टा त्रिणंत्यक्तवा सुखि भवेत ॥ અર્થાત્‌ દેહાભિમાનને સુરાપાન સમજજો. કુળ કે જાતિની ઉચ્ચતાના ગૌરવને ઘોર નર્કતુલ્ય જાણજો. દંભ અને દેખાવ તે ઝુકી પડવાવાળી દિવાની દુનિયાની વાહવાહને સુકરીની વિષ્ટા સમજજો. આ ત્રણેને ત્યજવાથીજ તમે આત્મસુખને પામી શકશો. એ કશાની ઈચ્છા ન રાખતાં તમારા મોક્ષને માટે અને જગતનું કલ્યાણ કરવાને માટેજ તમારે તમારૂં જીવન ગાળવાનું છે. હું તમને પૂછું છું કે તમે તમારા ખરા અંતઃકરણથી આ બધું કરશો ? પૂરેપૂરો વિચાર કર્યા પછીજ સંન્યાસ ગ્રહણ કરો; હજી પણ પાછા પૂર્વાશ્રમમાં ચાલુ રહેવું હોય તો રહી શકશો.

આ પ્રમાણે પૂછવામાં આવ્યું ત્યારે ચારે બ્રહ્મચારીઓએ હા કહી. પછીથી સ્વામીજીએ વિરજાહોમ કરાવ્યો. અગ્નિની સમક્ષ બ્રહ્મચારીઓએ આલોક પરલોક સંબંધી સર્વ કામનાઓના ત્યાગની પ્રતિજ્ઞા લઈ પોતાના અંતઃકરણને પવિત્ર, બળવાન અને સફળ કરવાની પ્રભુપ્રાર્થના કરી. આ પ્રમાણે થઈ રહ્યા પછી સ્વામીજીએ તેમને સંન્યાસ દિક્ષા આપી. મઠમાં તે દિવસ અત્યંત આનંદમાં પસાર થયો. સર્વત્ર જ્ઞાન અને વૈરાગ્યનો પવિત્ર પ્રકાશ છવાઈ રહ્યો.

જ્યારે સ્વામીજી કલકત્તા આવતા ત્યારે તે બગ બજારમાં બલરામ બાબુને ઘેર રહેતા. વખતે બલરામ બાબુનું ઘર અનેક ભક્તોથી ભરાઈ જતુ ! ઘણા મનુષ્યો સ્વામી વિવેકાનંદનાં દર્શન કરવાને ત્યાં આવતા અને બલરામ બાબુના મકાનમાં