પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


બેસી રહ્યા. તેમના હૃદયની લાગણીઓના તુમુલ યુદ્ધથી ઉદ્‌ભવેલાં ચિન્હો તેમના મુખાર્વિંદ ઉપર છવાઈ રહ્યાં હતાં. હજી પણ તેમની આંખો અને મોં જરા જરા ઉભરાયલાં દેખાતાં હતાં. આસપાસનું વાતાવરણ એવું તો ગંભીર થઈ રહ્યું હતું કે બોલવાને કોઈની પણ હિંમત ચાલતી નહિ, થોડીવાર પછી સ્વામીજી પોતેજ બોલી ઉઠયા કે;–

“જ્યારે મનુષ્ય ભક્તિને પ્રાપ્ત કરે છે ત્યારે તેનું હૃદય અને શરીરના સઘળા અવયવો એવા તો મૃદુ અને નાજુક બની જાય છે કે તેઓ એક પુષ્પનો પણ સ્પર્શ સહન કરી શકતાં નથી. તમે જાણો છો કે હાલમાં કોઈ નવલકથાને હું અમસ્થી પણ વાંચી શકતો નથી. શ્રીરામકૃષ્ણ વિષે બહુવાર વિચાર હું કરી શકતો નથી. તેમ કરવાથી મારું હૃદય એકદમ લાગણીઓથી ઉભરાય જાય છે. હું શ્રીરામકૃષ્ણનો ગુલામ છું; તેમણે તેમનું કાર્ય મને સોંપેલું છે; મારે તેને કરવાનું છે. જ્યાં સુધી મેં તેને પૂરૂં કર્યું નથી ત્યાં સુધી મને વિશ્રાંતિ મળનાર નથી. અહો ! શ્રીરામકૃષ્ણનું હું શું વર્ણન કરૂં ? અરે, મારે માટે તેમનો પ્રેમ કેવો અગાધ હતો !”

ઉપરના શબ્દો સ્વામીજીના હૃદયના ઉંડા ભાવોનો ચિતાર આપણને આપે છે. તેમનામાં ઉંડા ભક્તિભાવે વાસ કરેલો હતો અને તેની સાથે અદ્ભુત આત્મજ્ઞાન અને જગતનું કલ્યાણ કરવાની તીવ્ર ઈચ્છા ભળી રહ્યાં હતાં.

માનવજાતિ પ્રત્યેના તેમના અગાધ પ્રેમને લીધે તેમનો ભક્તિભાવ દબાઈ જતો હતો અને તેથીજ તેઓ પોતાનો સમય એકાંતમાં પ્રભુભક્તિમાં ગાળવાને બદલે લોકસેવા તરફ વધારે લક્ષ આપતા હતા.

જનસમાજમાં પ્રવર્તી રહેલી અનેક પ્રકારની દુર્દશાઓને લીધે સ્વામીજીના વિશાળ હૃદયમાં અનેક પ્રકારના જનસેવાના વિચારો ઘોળાયા કરતા હતા અને તેથી તેમના ચારિત્ર્ય ઉપર ઉપલક નજર