પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સ્નેહભર્યા શબ્દોમાં તે સમાજ આગળ શા માટે નથી વધતી તેનાં કારણો સમજાવ્યાં. ત્રીજા પહોરે મહારાજાના કહેવાથી સ્વામીજીએ એક સુંદર ભાષણ આપ્યું અને તેમાં વેદો, પુરાણો અને ભક્તિમાર્ગનાં રહસ્યો સમજાવ્યાં.

પંજાબના પ્રવાસ દરમ્યાન સ્વામીજી ઘણુંખરૂં હિંદીમાંજ ભાષણો આપતા હતા. કાશ્મીરના મહારાજાએ પોતાના ઉપયોગને માટે સ્વામીજીને કેટલાક નિબંધો હિંદીમાં લખી આપવાની પ્રાર્થના કરવાથી સ્વામીજીએ તે મહારાજાને લખી આપ્યા હતા. અહીંથી સ્વામીજી સીયાલકોટમાં ગયા. ઓક્ટોબર માસની ઓગણત્રીસમી તારિખે સ્વામીજીએ કાશમીરના મહારાજાની છેલ્લી મુલાકાત લીધી અને સીયાલકોટ જવાની ઇચ્છા જણાવી. મહારાજાએ ઘણા ખેદ સાથે હા પાડી. મહારાજા અને સ્વામીજી ઘણી દિલગીરી સાથે છુટા પડ્યા.

સીયાલકોટમાં સ્વામીજી લાલા મુળચંદના અતિથિ તરિકે રહ્યા. અહીંઆં સ્વામીજીએ બે ભાષણો આપ્યાં અને હિંદમાં ધાર્મિક એકતા પ્રાપ્ત કરવાનાં સાધનો જણાવ્યાં. હિંદુઓએ પોતાની ધાર્મિકતા લોકોપયોગી કાર્યો કરીને દેખાડવી જોઈએ; ધર્મ માત્ર બોલવામાંજ કે ધાર્મિક ક્રિયાઓ કરવામાંજ સમાઈ રહેલો નથી; વગેરે બાબતોને સ્વામીજીએ ઘણો ભાર દઇને સમજાવી. પોતાના પ્રવાસમાં સર્વત્ર સ્વામીજીએ બાબત પર વધારે ભાર દઈને બોધ આપતા અને જ્યાં જ્યાં તે જતા ત્યાં ત્યાં લોકોની જરૂરીઆતો જોઈને તેમનાં દુઃખો ટાળનારી સંસ્થાઓ સ્થાપતા. સીયાલકોટમાં તેમણે એક મંડળી સ્થાપન કરી, લાલા મુળચંદને તેના પ્રમુખ બનાવ્યા અને તે મંડળીના વહીવટ નીચે એક કન્યાવિદ્યાલયની સ્થાપના કરી.

સીયાલકોટથી સ્વામીજી લાહોર ગયા. સ્ટેશન ઉપર તેમને ભારે આવકાર આપવામાં આવ્યો. લાહોરની સનાતન ધર્મ સમાજના