પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૧
પંજાબ વગેરે તરફ વિચરણ.


સભાસદોએ તેમાં મુખ્ય ભાગ લીધો હતો. સ્વામીજી લગભગ દસ દિવસ લાહોરમાં રહ્યા હતા. લાહોરમાં હિંદુ ધર્મ વિશે જુદા જુદા મત ધરાવનારી અનેક મંડળીઓ અને પંથો છે. તે સર્વેને શુદ્ધ સનાતન વૈદિક ધર્મનું ખરું સ્વરૂપ સમજાવનાર, સર્વ સંગ્રાહ્ય ધર્મનો બોધ કરનાર અને એ જુદા જુદા વાડાઓ વચ્ચે પ્રેમ અને ભ્રાતૃભાવની લાગણી ઉત્પન્ન કરાવનાર સ્વામીજી જેવા મહા બુદ્ધિશાળી અને વિશાળ હૃદયના મહાઉપદેશકની ત્યાં જરૂરજ હતી. જગતમાં જુદી જુદી મંડળીઓની જરૂર છે, પણ પોતાનું જ ખરૂં એવા દુરાગ્રહની જરૂર નથી. જુદા જુદા પંથોનાં શાસ્ત્રોમાં પણ એક પ્રકારની એકતા વહી રહેલી છે. આવી બાબતોને સમજાવવાને માટે સ્વામીજી જેવા શાસ્ત્રજ્ઞ પુરૂષની ત્યાં ખાસ આવશ્યકતા હતી. આર્યસમાજના નેતાઓએ પણ સ્વામીજી તરફ ઘણીજ સ્નેહભરી લાગણી દર્શાવી હતી અને તેમના વિચારોને વ્યાવહારિક સ્વરૂપ આપવામાં ઘણી મદદ કરી હતી. સીયાલકોટમાં તેમજ લાહોરમાં સ્વામીજીએ લોકસેવાનાં કાર્યો કરવાનો ઘણોજ આગ્રહ કર્યો હતો. તેમણે પુનઃ પુનઃ કહી બતાવ્યું હતું કે હિંદનાં ભૂખે મરતાં કરોડો મનુષ્યોનાં પેટ માત્ર ધાર્મિક બોધથી ભરાશે નહિ. તેમને સર્વથી પહેલી અન્નનીજ જરૂર છે. માનવ શરીર એ પ્રભુનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંદિર છે અને તેથી કરીને મનુષ્ય સેવાદ્વારા પ્રભુની સેવા કરવી એજ ઉત્તમ પ્રભુસેવા છે. આવા આવા અનેક વિચારો સ્વામીજીએ લાહોરની પ્રજાના મગજમાં ઠસાવ્યા હતા.

સ્વામીજી ખ૫ જેટલીજ વાત કરતા હતા અને ખાસ અગત્યના વિષયો સંબંધીજ બોધ આપતા હતા. તેમની પાસે જે મનુષ્યો આવતાં તેમના તરફ તે બહુજ પ્રેમ દર્શાવતા. જે કોઈ તેમની પાસે એકાદ કલાક બેસતું તે તેમની વિદ્યા, પ્રૌઢ વિચારો અને પ્રમાણિક હેતુઓથી ખુશ ખુશ બની જતું. માત્ર લોકોને રૂચે તેવીજ વાતો કહીને તેઓ