પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૫
પંજાબ વગેરે તરફ વિચરણ.


પણ તેઓ નીતિનું આ ખરૂં રહસ્ય આપી શકતા નથી.”

લાહોરના યુવાનોને સ્વામીજીએ બોધ આપ્યો કે; “અદ્વૈતવાદના સિદ્ધાંતોને કૃતિમાં મૂકો. પ્રથમ ओम्નું રહસ્ય જાણો અને અનુભવો કે તમેજ ओम् (પરમાત્મા) છો. तत्त्वमसिનું રહસ્ય એજ છે. એ રહસ્યને અનુભવવાથી તમે ધારશો તે કરી શકશો. હું એક નાનો પરપોટો હોઉં અને તમે પર્વત જેવડું ઉંચું મોજું હો, પણ બંનેની પાછળ જે મોટો અપરિમિત મહાસાગર રહેલો છે તેજ આપણ બંનેનો આધાર અને બંનેનું મૂળ સ્વરૂપ છે. એજ પ્રમાણે આપણ દરેકની પાછળ અખૂટ શક્તિ અને બલનો ભંડાર–પરમાત્મા રહેલો છે અને તેમાંથી આપણે સર્વે નાના અને મોટા દરેક જોઈએ તેટલી શક્તિ મેળવી શકીએ તેમ છે. વેદો આપણને કહે છે કે એજ પરમ રહસ્ય છે. ओम् એજ મોટો ખજાનો છે. જે મનુષ્ય એ ओम् નું રહસ્ય જાણે છે તે ધારે છે તે મેળવી શકે છે. તમારે દ્રવ્યની જરૂર હોય તો તમારા એ અનુપમ આત્મામાં શ્રદ્ધા રાખી ઉદ્યોગ કરો અને દ્રવ્ય તમને આવી મળશે. તમારે બુદ્ધિશાળી થવું હોય તો તેને માટે પણ એજ પ્રકારે પ્રયાસ કરો અને તમે વિલક્ષણ બુદ્ધિવાળા બની રહેશો. તમારે ધાર્મિક બનવું હોય તો તેવા બનવાનો પ્રયાસ કરી અને તમે દેવતા બની રહેશો. ‘હું સર્વશક્તિમાન પરમાત્મા છું’ એવું ભાન સર્વને કરાવો. એ ભાવનાના વિચારમાંથી જગતે કદી નિહાળ્યાં નહિ હોય એવાં અદ્ભુત કાર્યો ઉત્પન્ન થશે.” સ્વામીજી વારંવાર કહેતા કે બીજી પ્રજાઓ પોતાના બાહુબળમાં વિશ્વાસ રાખવાથી પણ આટલું બધું કરી શકે છે, ત્યારે આપણને જો આપણા આત્મામાં શ્રદ્ધા હોય તો આપણે તેમનાથી કેટલું બધું અધિક કરી શકીએ ?

સ્વામીજી દૃઢપણે માનતા કે જ્યાં સુધી ભારતવાસીઓ ઉપનિષદોના સિદ્ધાંતો પ્રમાણે પોતાના ચારિત્ર્યને ઘડશે નહિ ત્યાં સુધી