પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભુવનેશ્વરી.


એક રાજા જેવુંજ હતું. હિંદુ સંસારની જાજ્વલ્યમાન પણ બુદ્ધિશાળી, અત્યંત પવિત્ર અને ધમિષ્ઠ, ગંભીર અને ઉચ્ચશૈલીની ગૃહિણીઓ કે જે સર્વદા ગૃહમાં પ્રમુખપદે બિરાજે છે અને રાણી તરીકે ગૃહરાજ્ય કરે છે તેમનાં દર્શન અને સત્સંગ કરવાને જેઓ ભાગ્યશાળી થયા હોય એવા માણસોનેજ ભુવનેશ્વરીના ચારિત્રનો ખ્યાલ આવી શકશે. પ્રભુપરાયણ, વીર, વિદુષી આર્યલલનાઓનાં દૃષ્ટાંતો જેમની દૃષ્ટિ આગળ ખડાં હશે તેમનેજ તે સમજાશે.

ભુવનેશ્વરી દેવીમાં જાહેર હિંમતનો પણ ગુણ હતો. પતિના મરણ પછી કુટુંબ ઉપર એકવાર રાજદ્વારી આફત આવી પડી હતી. તે વખતે આ પ્રૌઢ વિચારની સ્ત્રીએ પરદાનો ત્યાગ કરી, બહાર નીકળી પોતાના વક્તૃત્વ અને ચારિત્રના પ્રભાવથી પોતાનો બચાવ કર્યો હતો. સર્વદા તે પરદો પાળતાં પણ વખત આવે તેનો ત્યાગ પણ કરતાં. પરદામાંજ તેમણે પોતાની બુદ્ધિને ખીલવી હતી, પરદામાંજ તેમણે પોતાનું ચારિત્ર્ય ઘડ્યું હતું અને પરદામાં રહીને જ તેમણે વિવેકાનંદ જેવા અસામાન્ય પુત્રને કેળવી જગતને પોતાના પ્રતિબિંબરૂપે વારસામાં આપ્યો હતો.

પરદામાં રહ્યે રહ્યે પણ આર્યલલના શું શું કરી શકે તેનું ભુવનેશ્વરી દેવી એક જ્વલંત દૃષ્ટાંત છે. સ્વભાવે તે આનંદી હતાં. તેમનો બાહ્ય દેખાવ દમામવાળો જણાતો પણ તેમની આંતર્વૃત્તિ શ્રદ્ધાળુ, દયાળુ અને ઘણીજ નમ્ર હતી. જ્યાં જ્યાં જાય ત્યાં અન્ય સ્ત્રીઓ તેમને માર્ગ આપતી અને તેમના પ્રૌઢ વિચારોને ગ્રહણ કરતી. આ હિંદુ સ્ત્રીના મુખ ઉપર સૌંદર્ય, ગાંભીર્ય અને સત્તાની સાધારણ પ્રભા છવાયેલી રહેતી. જીંદગીના પાછલા દિવસો તેમને દારિદ્ર્યમાં ગાળવા પડ્યા હતા, છતાં તેમના મુખ ઉપરથી એ પ્રભા જરા પણ ઘટી નહોતી. એમની સંનિધિમાં બેસનારને જાણે કે તે કોઈ સાધ્વી રાણીની