પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૫૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


તેનું સઘળું ખર્ચ મીસીસ ઓલબુલ નામની શિષ્યાએ આપ્યું હતું.

સને ૧૮૯૯ના જાન્યુઆરીમાં મઠનું મકાન પુરૂં થઈ જતાં સ્વામીજી, તેમના ગુરૂભાઈઓ અને શિષ્યો ત્યાં રહેવાને ગયા. થોડા વખત પછી પાશ્ચાત્ય શિષ્યોને માટે પણ મઠની પાસે મકાનો બંધાવવામાં આવ્યાં.

એક દિવસ મઠમાં શ્રીરામકૃષ્ણની જન્મતિથિ ઉજવાતી હતી. તે દિવસે સ્વામીજીએ ઘણી જનોઈ મંગાવી રાખી હતી. જેમ જેમ મઠમાં શ્રી રામકૃષ્ણના ભક્તો અને સ્વામીજીના શિષ્યો આવતા ગયા તેમ તેમ સ્વામીજી તેમને જનોઈ ધારણ કરવાનું કહેતા ગયા. ક્ષત્રિયો અને વૈશ્યોને એક બ્રાહ્મણ શિષ્ય પાસે જનોઈ દેવાની ધાર્મિક ક્રિયા તે કરાવવા લાગ્યા. સ્વામીજી બોલ્યા: “શ્રીરામકૃષ્ણનાં સઘળાં બાળકો–ભક્તો–બ્રાહ્મણોજ છે. વળી વેદો પણ દ્વિજોને ઉપનયન ધારણ કરવાની છૂટ આપે છે. હાલમાં સર્વે વ્રાત્ય બની રહેલા છે પણ પ્રાયશ્ચિત કરવાથી તેઓ દ્વિજોના અધિકારને પ્રાપ્ત કરી રહેશે. આજનો શ્રીરામકૃષ્ણની જન્મતિથિનો પવિત્ર દિવસ સર્વ ભક્તોને જનોઈ આપવાનો સરસ વખત છે. સર્વેને તેમના અધિકાર પ્રમાણે ગાયત્રી મંત્રનો ઉપદેશ કરીને દ્વિજત્વ પ્રાપ્ત કરાવો.

તે દિવસે સ્વામીજીના બોધથી લગભગ પચાસ ભક્તોને ઉપનયન સંસ્કાર કરી ગાયત્રી મંત્ર ઉપદેશવામાં આવ્યો. તેઓ દેશકાલાદિનો પણ વિચાર કરતા હતા. એવી રીતે હિંદુઓની રીતભાતમાં અને માન્યતાઓમાં ઘટીત ફેરકાર કરવો એમને ગ્રાહ્ય હતો. સ્વામીજીનો આદર્શ પ્રજાજીવનની વૃદ્ધિ કરતો હતો. ધર્મ હમેશાં પ્રજાજીવનનો પોષાકજ હાય. જે રીત રિવાજ કે માન્યતા પ્રજાજીવનના વિકાશમાં આડે આવનારી હોય તે ધાર્મિક નજ ગણાય; તે ધર્મના ખરા સ્વરૂપની વિરોધિ છે; પ્રજારૂપી વૃક્ષની તે છેદક છે. પ્રજાજીવનને હણનારી, તેમાં કુસંપ, પરસ્પર વિરોધ, રાગદ્વેશ, વગેરેને વધારનારી ખોટી ખોટી માન્યતાઓને છેદી ધર્મનું ખરૂં વિશાળ સ્વરૂપ પ્રજાજનોની આગળ